રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં: પાલનપુરમાં શાળાઓ શરૂ થતાં જ તંત્ર એક્શનમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

આરટીઓ અને પોલીસે ડ્રાઇવ યોજી: 20 વાહનોને રૂ.1 લાખ નો દંડ: 2 વાહન ડિટેઇન આજથી રાજ્યભરમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. ત્યારે શાળાઓ શરૂ થતાં જ શિક્ષણ વિભાગ અને આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે. બાળકોની સેફટીને લઈને પોલીસ અને આરટીઓ વિભાગે સ્પેશ્યલ ડ્રાઇવ યોજી હતી. જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્કુલ વેન અને સ્કુલ બસો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટની દુર્ઘટના બાદ સરકાર હરકતમાં આવી છે. અને હવે વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કોઈ કચાશ રાખવા માગતી નથી: બનાસકાંઠા જિલ્લાની 2600 જેટલી શાળાઓનું શૈક્ષણિક કાર્ય આજથી શરૂ થયું છે. ત્યારે જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફટી અને એનઓસી હોવાનો દાવો શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. વળી, વિદ્યાર્થીઓની સેફટી અને સુરક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગે શાળાઓ, આરટીઓ અને પોલીસ તંત્રને પરિપત્ર કર્યો હોવાનું બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડો.હિતેશ પટેલે જણાવ્યું હતું.

આરટીઓ અને પોલીસે સ્કુલ વાહનો સામે હાથ ધરી તવાઈ: દરમિયાન, પોલીસ અને આરટીઓ વિભાગે આજે સ્પેશ્યલ ડ્રાઇવ યોજી હતી. જેમાં કેપીસીટી કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડનાર, પરમીટ અને સેફટી વગરના તથા નિયમોનું ઉલ્લંઘન કરનાર 20 જેટલા વાહનોને રૂ.1 લાખનો દંડ કરાયો હતો. જ્યારે 2 વાહન ડિટેઇન કરાયા હતા. આમ, પોલીસ અને આરટીઓ તંત્રની લાલ આંખથી સ્કુલ વાહન ચાલકો ફફડી ઉઠ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.