લો બોલો : ડીસાના પેટ્રોલ પંપ પર રૂપિયા ૩૭૧૦નંુ પેટ્રોલ ભરાવી ગાડી ભગાડી મૂકી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) ડીસા આજકાલ છેતરપિંડીના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરાત્રિએ ડીસા ભીલડી હાઇવે પર આવેલા એક પેટ્રોલ પંપ ઉપર ગાડી ચાલકે પેટ્રોલ પંપના કર્મચારી પાસે રૂપિયા ૩૭૧૦ નું પેટ્રોલ ભરાવી બારોબાર ગાડી દબાવી મૂકવાની ઘટના સામે આવી છે.

આ અંગેની મળતી વિગતો પ્રમાણે ડીસા ભીલડી હાઇવે પર આવેલા બાલાજી પેટ્રોલ પંપ પર ગત રાત્રે એક ગાડી પેટ્રોલ ફરવા આવી હતી ત્યારે ચાલકે કર્મચારીને ફુલ ટોકી કરવાનું જણાવતા પેટ્રોલ પંપ ના કર્મચારીએ શિફ્ટ ગાડીની ફૂલટોકી કરતા રૂપિયા ૩૭૧૦ નું પેટ્રોલ આવ્યું હતું અને ચાલકે કર્મચારીને કાર્ડ ઘસવાનું મશીન લાવવાનું કહેતા કર્મચારી પેટ્રોલ પંપ પર પડેલું મશીન લેવા જતા શિફ્ટ ગાડી ચાલકે બારોબાર દબાવી મુકી હતી કર્મચારી પાછળ દોડ્યો

પરંતુ ગાડી હાથમા આવી નહતી ત્યારે પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેર ના ફૂટેજ જોયા પરંતુ તેમાં ગાડી નો નંબર ન આવતા પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા નો અહેસાસ થયો હતો જોકે અંગે મોડા સુધી કોઈ ફરિયાદ થયા નુ જાણવા મળેલ નથી ત્યારે જિલ્લામાં આવા તત્વો થી પેટ્રોલ પંપ ના કર્મચારીઓને પણ સાવચેત રહેવા ની જરૂર છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.