તંત્રની કાર્યવાહી થી ભુમાફીયા ઓમાં ફફડાટ : ગેરકાયદે ખનીજ ખનન કરતાં તત્વો સામે તંત્રની લાલ આંખ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા વિસ્તારોમાં બે અલગ અલગ સ્થળે રેડ કરી છ કરોડ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ડીસાના રાણપુરમાંથી ભુસ્તર શાસ્ત્રીએ બાર ડમ્પર અને પાંચ હિટાચી મશીન જપ્ત કર્યો

ડીસાના વડાવળ ગામે નદી પટ વિસ્તારમાં બિનઅધિકૃત ખનન કરતાં ટ્રક અને હિટાચી મશીન પકડાયા

બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ-રેતી ખનન કરતાં તત્વો સામે સખત કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે. જેને પગલે ડીસા મામલતદાર કચેરી અને ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું પાલનપુર દ્વારા કરવામાં આવેલી બે અલગ અલગ રેડમાં હિટાચી મશીન, ટ્રક, ડમ્પર, રેતીનો જથ્થો સહિત અંદાજે છ કરોડ કરતાં વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. તેમજ ગેરકાયદે રેતી ખનન કરતાં ઈસમો અને વાહન માલીકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડીસાની બનાસ નદીના પટ વિસ્તારમાં બિન-અધિકૃત રીતે ગેરકાયદેસર સાદી રેતીની ચોરી થવા બાબતની ફરીયાદ  ડીસા મામલતદાર કચેરીને મળી હતી. જે અનુસંધાને ટીમ સાથે સ્થળ તપાસ કરતા ડીસાના વડાવળ ના નદીના પટ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન કરતાં હોવાનું માલુમ પડતાં બે હિટાચી મશીન અને સાદી રેતી ભરેલ બે ટ્રકો જપ્ત કરવામાં આવ્યા છે. જેમની પાસેથી રોયલ્ટી બાબતે પાવતીઓની માંગણી કરતા કોઇ પાવતી રજુ કરેલ નહિ જેથી મામલતદાર  ડીસા (ગ્રામ્ય) દ્વારા હિટાચી મશીન અને ટ્રક જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે ખાન ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી દ્વારા ડીસાના રાણપુર ખાતે  બનાસ નદી પટ્ટ વિસ્તારમાંથી બિનઅધિકૃત રીતે સાદી રેતી ચોરીની ફરિયાદના આધારે ખાનગી વાહનમાં આકસ્મિક રીતે તપાસ હાથ ધરતા કુલ ૧૨ ડમ્પર અને પાંચ હિટાચી મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

ડીસા વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર ડીસા દ્વારા આકસ્મિક તપાસ કરતા 6 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ખનીજચોરી ઝડપાઈ છે. છેલ્લા કેટલાય સમયથી તંત્રને બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખનનની ફરિયાદો મળતી હતી. જે મામલે કલેકટર ની સૂચના બાદ તંત્ર એક્શનમાં આવતા ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા માફીયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

જપ્ત કરાયેલા ટ્રકો

(1) GJ16AW1452

(2) GJ8AU 4514

(3) GJ08 AU 5595

(4) GJ08 AW 7037

(5) RJ27GF 1441

(6) RJ 27 GD 8895

(7) RJ27 GE 0626

(8) GJ 09 X9490

(9) RJ27 GE 3074

(10) GJ08AW 4979

(11) GJ08Y 9787

(12)GJ 16 AV 0120

(13) GJ 02 AT 7558

(14) GJ 08 AU 9066)

જપ્ત કરાયેલા મશીનો

(૧)હ્યુનડાઈ કંપનીનું એક્સકેવેટર મોડલ નં.R 210LC7 સીરીયલ નંબર 11602D01323

(2) ટાટા હીટાચી એક્સકેવેટર મોડલ નંબર EX-110 સીરીયલ નંબર 11015781

(3) ટાટા હિટાચી એક્સકેવેટર મોડલ નંબર 2151CSUPER સીરીયલ નંબર SP 2280382

(૪) ટાટા હિટાચી એક્સકેવેટર મોડલ નંબર EX-110 SUPER સીરીયલ નંબર 511011247

(૫) એક્સસીએમજી કંપનીનું એક્સકેવેટર મોડલ નંબર XE2101 સીરીયલ નંબર 612/810185800 અને અન્ય બે હિટાચી મશીનો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.