દાંતીવાડા કોલોની 21મી કોર્પ્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન કાર્યક્રમ યોજાયો
દાંતીવાડા કોલોની અને બજાર મેઈન રોડ કેમ્પસની બહાર અને આસપાસના વિસ્તારોની સફાઈ તેમજ બી.એસ.એફ ગેટ સામે આવેલ મંદિર પરિસરની પણ સફાઈ કરવામાં આવી વધુમાં સાયકલ રેલી અને બેનરો અને પોસ્ટરો દ્વારા સ્થાનિક નાગરિકોને આ અભિયાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યકારી કમાન્ડન્ટે સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત તમામ કર્મચારીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સ્વચ્છતા હી સેવા અભિયાન વિશે તમામ કર્મચારીઓને માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક સ્વચ્છતા માટે યોગદાન આપે કહેવાય છે કે તમામ કાર્યકર્તાઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આજથી અમે ન તો કોઈ ગંદકી કરીશું અને ન તો કરવા દઈશું.
સ્વચ્છ ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે આપણે આપણા પરિવાર અને મિત્રોને સ્વચ્છતામાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવા જોઈએ.બી.એસ.એફ કેમ્પસ ખાતે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો કેમ્પસની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારના 200 જેટલા રોપાઓ વાવવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પ્સના તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.