ધાનેરાની ભાંજણા ચેકપોસ્ટ ઉપરથી દસ લાખથી વધુના સોના ચાંદીના શંકાસ્પદ દાગીના ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાનમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ રાજસ્થાન અને ગુજરાત પોલીસ દ્વારા ચેકપોસ્ટો ઉપરથી પસાર થતા વાહનોનું કડક ચેકિંગ કરવાની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે ધાનેરા પોલીસ મથકના પીઆઇ એ.ટી.પટેલની સુચનાથી ધાનેરા પોલીસની ટીમ ભાંજણા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી.

તે દરમિયાન એક સફેદ કલરની બલેનો ગાડી જીજે ૮ સીજી ૨૭૮૬ નંબરની ગાડી આવતા તેને પોલીસે રોકાવી ચેક કરતા વિક્રમચંદ હસ્તીમલજી સોની રહેવાસી સાંચોરવાળાની બેગમાં શંકાસ્પદ સોના ચાંદીના જેમાં સોનું આશરે ૧૧૪ ગ્રામ કિંમત રૂપિયા ૬,૮૪,૩૦૦ તથા ચાંદી ૬ કિલો ૮૩૦ ગ્રામ કિંમત રૂપિયા ૪,૦૯,૭૯૪ કુલ રકમ ૧૦,૯૪,૦૯૪ તથા બલેનો ગાડી સાથે વિક્રમચંદ સામે ૪૧ વન ડી મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.