
લોકમાતા બનાસ નદીમાં ચેકડેમ બનાવવા સર્વેની કામગીરી હાથ ધરાશે
બનાસકાંઠા જિલ્લામાં પાણીજના તળ સતત નીચે જઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બનાસ નદીમાં ચેકડેમ બનાવવા માટેના સર્વેની કામગીરી કરવા વહીવટી મંજુરી આપવામાં આવી છે. જેથી બનાસકાંઠાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલ જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પાણીનો આવરો વધારે થાય ત્યારે નદીમાં પાણી છોડવામાં આવતુ હોય છે ત્યારે વધારાનું વહી જતું પાણી દાંતીવાડાથી સીપુ ડેમમાં લીંક કેનાલ દ્વારા પાણી નાખવાની યોજનાની વહીવટી મંજૂરી આપવાની સાથે સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ લોકમાતા બનાસ નદીમાં પણ ચેક ડેમો બનાવવા માટેની સર્વેની કામગીરી માટે વહીવટી મંજૂરી આપવામાં આવતા બનાસકાંઠાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પણ રાજ્ય સરકારમાં રજૂઆતો કરતા સરકાર દ્વારા બનાસ નદીમાં ચેકડેમ બનાવવા માટેની સર્વેની કામગીરી હાથ ધરાશે.
ચેકડેમ માટે અગાઉ એક ટીમ દ્વારા દ્વારા ચકાસણી કામગીરી કરવામાં આવી
બનાસ નદીમાં ચેકડેમ બનાવવા માટેની લોકમાં ઉઠી હતી. જેને લઇ ધારાસભ્ય સહિત અનેક લોકોએ રાજ્ય સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા બનાસ નદીમાં એક ટીમ મોકલી તેની ચકાસણીની કામગીરી હાથ ધરી હતી.
દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવતું પાણી નદીમાં વહી જતું હોય છે
દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવતું પાણી નદીમાં વહી જતું હોય છે પરંતુ જો ચેકડેમ બનાવેલા હોય તો આ પાણીનો સમયાંતરે રોકાણ થઈ ભૂગર્ભમાં ઉતરતા આજુબાજુના ખેડૂતોને પણ તેના કારણે મોટો ફાયદો થઈ શકે તેમ છે.
ચેકડેમ બનાવવામાં આવે તો ખેડૂતોને ફાયદો જ ફાયદો
રાજ્ય સરકાર દ્વારા બનાસ નદીમાં ચેકડેમ બનાવવા માટેના સર્વેની કામગીરીની મંજૂરી આપવામાં આવી છે ત્યારે બનાસ નદીમાં ચેકડેમ બની જશે ત્યારે નદી વિસ્તારના ખેડૂતોને ફાયદો જ ફાયદો થઈ શકે તેમ છે.