રાજપૂત કરણી સેના દ્વારા સુખદેવસિંહની અસ્થિ ન્યાય યાત્રા રાજસ્થાનથી કાઢવામાં આવી
સુખદેવસિંહ ગોગામેડીની હત્યાંને લઈને સમગ્ર દેશમાં જ્યારે ઘેરા પ્રત્યઘાત પડ્યા છે. ત્યારે સમગ્ર રાજપૂત કરણી સેના દ્વારા સુખદેવસિંહની અસ્થિ ન્યાય યાત્રા રાજસ્થાનથી કાઢવામાં આવી છે. સમગ્ર રાજસ્થાનમાં અસ્થિ ન્યાય યાત્રા ફર્યા પછી ગઈકાલે અંબાજી થઇ અને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આજે દાંતા તાલુકાના મંડાલી ગામે ગઈરાત્રે આવી પહોંચી હતી. જ્યાં મંડાલી ગામના રાજપૂત સમાજે અસ્થિ યાત્રાને વધાવી હતી. સુખદેવસિંહના હત્યારાઓને જલ્દીથી ફાંસી થાય એવી માગ સાથે સુખદેવસિંહ અમર રહો અને મહારાણા પ્રતાપની જય બોલાવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, રાજપૂત કરણી સેના દ્વારા મંડાલી ગામે હનુમાનજી ત્રણ રસ્તા પર જે સર્કલ છે. ત્યાં 12 ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમા પણ ટૂંક સમયમાં સ્થાપિત કરવામાં આવશે. જે સુખદેવસિંહ ગોગામેડી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. મંડાલી બાદ અસ્થિ યાત્રા ભાણપુર મુકામે લઇ જવામાં આવી હતી. ત્યાં પણ ભાણપુર રાજપૂત સમાજે અસ્થિ વધાવીને જય બોલાવી હતી. ત્યારબાદ ત્યાં બેઠક કરી ચા, નાસ્તો કરાવ્યો હતો અને ત્યારબાદ યાત્રા દાંતા મુકામે રવાના થઇ હતી.