
લાલાવાડા પરખડી બાર ગામ સમસ્ત આંજણા ચૌધરી ઝલા દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું
પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામે લાલાવાડા પરખડી બાર ગામ સમસ્ત આંજણા ચૌધરી ઝલા દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં 113 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાતા હતા લાલાવડા પરખડી બાર ગામ સમસ્ત આંજણા ચૌધરી ઝલા દ્વારા પાલનપુર તાલુકાના સેમોદરા ગામે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં છેલ્લા 4 વર્ષથી ધોરણ 10, 12 કોલેજ, મેડિકલ ક્ષેત્રે તેમ જ સરકારી નોકરીઓમાં જેવો એ નામના મેળવી છે, તેવા વિદ્યાર્થીઓને ચાંદીનાં મેડલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા, બાર ગામ ઝલાંનાં ધોરણ 10 ધોરણ 12 માં 75 ટકા થી વધારે લાવનાર એક થી ત્રણ નંબર નાં વિદ્યાર્થીઓ તેમજ કોલેજ માં 70 ટકા થી વધારે લાવનાર વિદ્યાર્થીઓ તેમજ મેડિકલ માં પ્રવેશ લેનાર તેમજ સરકારી નોકરીઓ મેળવનાર વિદ્યાર્થીઓ ને ઝલા નાં પ્રમુખ પરથીભાઇ ભટોળ તેમજ કમિટી સભ્યો દ્વારા સન્માનિત કરાયા હતા, છેલ્લા 4 વર્ષ માં બે વિદ્યાર્થીઓ કલાસ વન અધિકારી મેડિકલ માં 22 વિદ્યાર્થીઓ સરકારી કર્મચારી તરીકે 32 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ગામ અને બાર ગામ ઝલા નું ગૌરવ વધાર્યું હતું.
આ પ્રસંગે ઝલાનાં પ્રમુખ પરથીભાઇ ભટોળે તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના માતાપિતાને અભિનંદન આપ્યા હતા.તેમજ ઉજ્જવળ કારકિર્દી માટે શુભ કામનાઓ પાઠવી હતી.પ્રમુખે સમાજના લોકોને અપીલ કરી હતી કે આવનારા સમય માં શિક્ષણ ને પ્રાથમિકતા આપવી પડશે હજુ પણ વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને ગામ સમાજ નું નામ રોશન કરે આવતા વર્ષે આના થી વધુ વિદ્યાર્થીઓ ઈનામ માટે આવે સમાજ વિદ્યાર્થીઓ નાં સન્માન માટે કોઈ કચાસ નહિ રાખે,પ્રમુખ પરથીભાઇ ભટોળ મંત્રી ચેલાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય વસંત ભાઇ ભટોળ સહિત કમિટી સભ્યો સહિત 12 ગામ ઝલા નાં 1500 થી વધુ લોકો હાજર રહ્યા હતા સેમોદ્રા ગામ માં યોજાયેલા તેજસ્વી તારલા સન્માન સમારોહ માં સેમોદ્રા ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સેમોદ્રા ગામના 105 વર્ષીય નાથીબેન પરથીભાઇ ડેલીયા પરિવારજનો તરફ થી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેઓ નું પ્રમુખ પરથીભાઇ ભટોળ સહિત કમિટી સભ્યો એ સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.