માત્ર 3 વર્ષ અગાઉ બનેલા બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ, મુસાફરો, કર્મચારીઓ ત્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં રૂ.363 લાખના ખર્ચે બનેલું એસ.ટી.બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું: પાલનપુરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. આજે સવારથી જ વરસાદ થતાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જોકે, પાલનપુરમાં સામાન્ય વરસાદને પગલે એસ.ટી. બસ સ્ટેન્ડ સહિત ઠેરઠેર વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદથી પણ પાણી ભરાઈ જવાની સમસ્યા માથાના દુ:ખાવો પુરવાર થઇ રહી છે. આજે પાલનપુરમાં માત્ર 2 ઇંચ વરસાદ થતાં જ પાલનપુર નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ છતી થઈ ગઈ હતી. શહેરના ગઠામણ પાટીયા, ધનિયાણા ચોકડી, મફતપુરા, કીર્તિસ્થંભ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. મફતપુરામાં તો લોકોના ઘરો માં જ્યારે કીર્તિસ્થસંભ વિસ્તારમાં દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા નુકસાન થયું હતું. તો વળી લાખો રૂપિયાના ખર્ચે બનેલા પાલનપુરના જુના એસ.ટી. બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ, મુસાફરો સહિત કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

એસ.ટી.બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી સાથે ઉભરાતી ગટરોનું પાણી ભળતા ગાંડકીમાંથી મુસાફરોને પસાર થવાનો વારો આવ્યો છે. આમ, પાલનપુરમાં સામાન્ય વરસાદે પણ પાલિકા સહિત એસ.ટી.તંત્રની અણ આવડત છતી કરતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.