પાલનપુરમાં વાવાઝોડા સાથેના વરસાદે સર્જી તારાજી

બનાસકાંઠા
બનાસકાંઠા

હવામાન વિભાગની આગાહીને પગલે પાલનપુરમાં ગતરાત્રે વાવાઝોડા અને ગાજવીજ વચ્ચે કરા સાથે વરસાદ વરસ્યો હતો. જોકે, ભારે વાવાઝોડા વચ્ચે કરા સાથે વરસેલા વરસાદે વિનાશ વેરતા ઠેરઠેર ઝાડ, વિજપોલ પડવાની સાથે મંડપ, હોર્ડિંગ્સ અને પતરાં ઉડવાની અને દિવાલ ધરાશાઈ થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પાલનપુર શહેરમાં એક વ્યક્તિનું દીવાલ ધરાશાઈ થતા મોત નીપજ્યું હતું. જ્યારે પાલનપુર તાલુકામાં ૭ લોકોને ઇજા થઇ છે. જ્યારે ૮ પશુઓ ના મોત સાથે ખરોડીયા ગામમાં ૭૦૦ મરઘાં મોતને ભેટ્યા હોવાની સાથે ખેડૂતોને વ્યાપક નુકસાનના અહેવાલ સાંપડ્યા છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગત બપોર બાદ મોસમે મિજાજ બદલતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાદમાં અસહ્ય બફારા વચ્ચે ગત રાત્રે પાલનપુર શહેરમાં ભારે વાવાઝોડા વચ્ચે વરસાદ વરસતા શહેરના જાહેર માર્ગો પરના હોર્ડિંગ્સ અને વૃક્ષો પડી ગયા હતા. જેમાં જિલ્લા પંચાયત પાસે રોડ પર ત્રણ વૃક્ષ પડી જતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. જ્યારે માળી સમાજના ત્રિ-દિવસીય ધાર્મિક મહોત્સવ દરમિયાન બાંધેલો મંડપ પણ જમીન દોસ્ત થઈ ગયો હતો. જ્યારે લક્ષ્મીપુરામાં દિવાલ ધરાશાઈ થઈ જતા યોગેશ પટેલ નામનો યુવક દટાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ગાય મોતને ભેટી હતી. જ્યારે સુખબાગ રોડ પર શ્રમજીવી લોકોના ઝુંપડાના પતરાં ઉડી જતા તેઓ પણ બેઘર બન્યા હતા. જેમાં એક પરિવાર રાત્રે મીઠી નીંદર માણી રહ્યો હતો ત્યારે તેઓની ઉપર પતરું પડતા રમીલાબેન નામની મહિલાને માથાના ભાગે ઇજા થઇ હતી.

સેમોદ્રામાં ગાય કપાઈ જતા મોતઃ ખેડૂતોની મહેનત પાણીમાં
બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ભારે ભવન સાથે કામોસમી વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં ઉભેલો બાજરી, મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે. તો ખેડૂતોના ખેતરમાં પશુઓના વાડાના શેડ ભારે પવનને કારણે જમીનદોસ્ત થતા ખેડૂતો માથે પડતાં પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોના ખેતરમાં ખેડૂતોએ ઉનાળુ સિઝન દરમિયાન કરેલી મહેનત પર પાણી ફરી વળ્યા છે. પાલનપુરના સેમોદ્રા ગામમાં પતરાનો શેડ જમીન દોસ્ત થતા વાડામાં ઉભેલી ગાય પર પતરું પડતા ગાયનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. તો બીજી તરફ ખેડૂતોએ પોતાના ખેતરમાં બનાવેલા ગોડાઉનના પતરા ઉડી જતા ખેડૂતોના ઘાસચારામાં પણ ભારે નુકસાન હતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

પાલનપુરમાં ૮ સહિત બનાસકાંઠામાં ૩૮ પશુઓ : ૭૦૦ મરઘાંના મોત
બનાસકાંઠા જિલ્લામાં ભારે વાવાઝોડા અને ગાજવીજ વચ્ચે મેઘરાજાએ કરેલી તોફાની બેટિંગથી ખેડૂતો સાથે પશુપાલકોને પણ નુકસાન થયું છે. જિલ્લા મુખ્યાલય પાલનપુર પંથકમાં ૮ પશુઓ મોતને ભેટ્યા છે. જ્યારે દાંતામાં ૦૩, કાંકરેજમાં ૦૫, ધાનેરા ૦૪, અમીરગઢ ૧૦, વડગામ ૦૪ અને દાંતીવાડામાં ૦૪ મળી કુલ ૩૮ પશુઓ મોતને ભેટ્યા છે. જ્યારે પાલનપુરમાં પતરાં ઉડવા સહિતની ઘટનાઓમાં ૭ લોકોને ઇજા પહોંચી છે. જ્યારે પાલનપુર તાલુકાના ખરોડીયા ગામમાં ૭૦૦ મરઘાંઓના મોત નિપજ્યા છે. જોકે, તંત્ર દ્વારા નુક્સાનીનો સર્વે હાથ ધરાયો છે. જે કામગીરી પૂર્ણ થયે પાત્રતા વાળા કેસોમાં સહાય ચૂકવાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.