
મુડેઠા ગ્રામીણ વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકતા બાજરીના પાકને નુકશાન
મુડેઠા ગ્રામીણ વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકતા બાજરી ઢળી પડી હતી.વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફુંકાયો હતો અને વરસાદી ઝાપટું પડ્યું જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વેસ્ટન ડિસ્ટબન્સ સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઇને રવિવારની મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફુંકાયો હતો અને વરસાદી ઝાપટું પડ્યું હતું જ્યારે ખેડુતોના પોતાના ખેતરમાં તૈયાર થયેલ બાજરીનો પાક ભારે વાવાઝોડાના કારણે ઢળી પડ્યો હતો. જેને લઇને ઉત્પાદનમા ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી જગતના તાતને મોઢામાં આવેલ કોળીયો છીનવાયો હતો. જેમાં ખેડુતોને ભારે નુકશાન થવા પામ્યુ હતું.