ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પરિણામ, બનાસકાંઠા જિલ્લાનો ૮મો ક્રમ
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, રાજ્ય સરકાર દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લો ૭૮.૫૫ % પરિણામ સાથે રાજ્યમાં ૮ માં ક્રમે આવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ ભાભર કેન્દ્રનું ૯૨.૦૩% અને સૌથી ઓછું પરિણામ ડીસા કેન્દ્રનું ૬૫.૨૫% નોંધાયું છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાના ૨ વર્ષ બાદ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ-૨૦૨૨માં લેવામાં આવી હતી. ત્યારે આજે જાહેર થયેલા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા ૪૧૭૮ પરિક્ષાર્થીઓ પૈકી ૩૨૮૨ પરિક્ષાર્થીઓ પાસ થયા છે. જેથી જિલ્લાનું પરિણામ ૭૮.૫૫% આવ્યું છે. જિલ્લામાં ૦૫ વિધાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે.
જ્યારે ૧૧૯ વિધાર્થીઓએ એ-ટુ ગ્રેડ, ૪૮૧ વિધાર્થી ઓએ બી-વન ગ્રેડ, ૮૦૯ વિધાર્થી ઓએ બી-ટૂ ગ્રેડ, ૯૭૧ વિધાર્થીઓએ સી-વન ગ્રેડ, ૭૬૯ વિધાર્થીઓએ સી-ટૂ ગ્રેડ અને ૧૨૭ વિદ્યાર્થીઓએ ડી-ગ્રેડ જ્યારે ૦૧ વિધાર્થીએ ઇ-વન ગ્રેડ મેળવ્યો છે. જાેકે, સફળતા મેળવનાર તમામ છાત્રોને જિલ્લા શિક્ષણાધિકારી એન.બી.ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકારે આજ સવારે પરિણામ જાહેર કર્યું છે. જે આજે વેબસાઈટ પર મુકાયું હતું.
ત્યારે પરિણામને લઈને કહી ખુશી કહી ગમના દ્રશ્યો જાેવા મળ્યા હતા.સરહદી બનાસકાંઠા જિલ્લામાં ૫ કેન્દ્રોમાં સૌથી વધુ ભાભર કેન્દ્રનું પરિણામ ૯૨. ૦૩ %, જ્યારે સૌથી ઓછું ડીસા કેન્દ્રનું ૬૫.૨૫%, જ્યારે થરાદ કેન્દ્રનું પરિણામ ૮૫.૦૨%, પાલનપુરનું ૭૭.૨૬% અને ધાનેરા કેન્દ્રનું પરિણામ ૮૦.૬૧% આવ્યું છે.