
વડગામમાં સૂર્યનગરી દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી
બનાસકાંઠા જિલ્લામાં આજે પહેલા નોરતે જિલ્લાના દરેક ગામડાઓમાં ઠેર ઠેર જગ્યાએ નવલા નોરતાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સમગ્ર જિલ્લાના ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે. વડગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યનગરી ઉત્સવ ગ્રુપ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચોથા દિવસે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.
સમગ્ર ગુજરાતીઓનું મનપસંદ તહેવાર એટલે નવલા નોરતા. આજે ખેલૈયા મન મૂકીને ઝૂમી રહ્યા છે સમગ્ર ગુજરાતના દરેક ગામડામાં ઠેર ઠેર જગ્યાએ સોસાયટીઓમાં ગલી મોહલ્લાઓમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે મોટી સંખ્યામાં લોકો નવલા નોરતા રમતા હોય છે જેમાં આજે નવરાત્રિના ચોથા દિવસે ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે વડગામ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સૂર્યનગરી ઉત્સવ ગ્રુપમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ દ્વારા ત્રીજા દિવસની રમઝટ બોલાવી હતી. ગરબા મંડળના આયોજક નિરવભાઈ, સુરેશભાઈ, અનિલભાઈ, કમલેશભાઈ, આશાબેન, રમીલાબેન, નેહાબેન, ભાવનાબેન, વનીતાબેન કાર્યકર્તાઓએ કરવામાં આવ્યું હતું.