શમશેરપુરા ખાતે રબારી ગોપાલક શૈક્ષણિક સંકુલ માં સ્પોર્ટ્સ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

રબારી ગોપાલક છાત્રાલય સંચાલિત એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ શમશેરપુરા ખાતે આવેલ શ્રીમતી અગરબેન કાળુભાઈ ખટાણા માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી ખૂબ જ ઉલ્લાસમય વાતાવરણમાં કરવામાં આવી હતી.

સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં વોલીબોલ, કબડ્ડી જેવી સાંઘિક રમતો , ઉંચી કુદ, લાંબી કુદ ,ચક્ર ફેક ,ગોળા ફેક જેવી એથલેટિક્સ ની રમતો, વિવિધ અંતરની દોડ , લીંબુ ચમચી, કોથળાદોડ, સિક્કા શોધ, ચાંદલા લગાડવા , ત્રિપગી દોડ જેવી ફન ગેમ્સમાં શાળાના 180 જેટલા વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. બાળકોએ વિવિધ રમતોમાં કૌશલ્ય બતાવ્યું હતું  અને ખૂબ જ મજા પણ માણી હતી.

શાળાના આચાર્ય મમતાબેન આલ તથા સમગ્ર સ્ટાફના સહયોગથી સ્પોર્ટ્સડે ની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી. રબારી ગોપાલક છાત્રાલય ટ્રસ્ટના પ્રમુખ રેવાભાઇ દેસાઈ (ગજનીપુર )તથા સંસ્થાના નિયામક  શંકરભાઈ દવેએ સ્પર્ધક તથા વિજેતા ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.