વરસાદી માહોલ વચ્ચે વાવણી : બનાસકાંઠા જિલ્લામાં વરસાદી ઝાપટાઓ વચ્ચે વાવણી નો દોર શરુ થયો

બનાસકાંઠા
બનાસકાંઠા

આદરા નક્ષત્ર માં કેટલાક વિસ્તારોમાં વરાપ ને લઇ ખરીફ પાક નુ વાવેતર થયું, આગામી દિવસોમાં પણ જીલ્લા ના મોટાભાગના વિસ્તારમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતાઓ: બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની વિધિવત રીતે આગમન થયા બાદ અનેક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવા પામ્યો છે ત્યારે હજુ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક થયો નથી પરંતુ જે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતો દ્વારા ખરીફ સીઝનની વાવણીનો દોર શરૂ કર્યો છે.

જિલ્લામાં ચોમાસુ ઋતુમાં મોટાભાગે સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર થતું હોય છે જેથી એગ્રો સેન્ટરો માંથી મગફળીના બિયારણ નુ વેચાણ થઇ રહ્યું છે અને ખેડૂતો દ્વારા આદરા નક્ષત્રમાં વાવણી કરવી યોગ્ય રહેતા અનેક ખેડૂતો દ્વારા વરસાદી ઝાપટાઓ વચ્ચે વાવણી ની શરૂઆત કરી છે પરંતુ હવામાન વિભાગ દ્વારા પણ હજુ આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેથી જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો નથી તે ખેડૂતો ને વરસાદનો ઈંતજાર રહેશે જ્યારે અન્ય વિસ્તારો ના વાવણી માટે વરાપ ની રાહ જોવી પડશે.

રવિવારના દિવસે જિલ્લાના અનેક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા છૂટાછવાયા વરસાદી ની સાથે રવિવાર ના રોજ પણ અનેક વિસ્તારોમાં  મધ્યમથી હળવો વરસાદ થવા પામ્યો હતો બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટા સાથે કાળાડીબાંગ વાદળો ઘેરાયા હતા તેની સાથે અનેક સ્થળો ઉપર ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડયા હતા.

ડીસા તાલુકામાં બે દિવસના વરસાદના સામાન્ય વિરામ બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં શુક્ર અને શનિવારે વરસાદના વિરામ વચ્ચે અનેક ખેડૂતોએ ચોમાસુ વાવણીની શરૂઆત કરી હતી પરંતુ રવિવારે ફરી એકવાર ડીસા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળતા વાવણુ ઉપર બ્રેક લાગશે.

બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી સમયમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી: સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી કરી છે.

વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા પ્રજાજનોમાં રાહત: આ વર્ષ ઉનાળા ની કાળઝાળ ગરમીથી પ્રજાજનો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા  ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારના દિવસે પણ પૂર્વે ઉત્તરીએ પવનોના પગલે અને વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી પણ રાહતનો શ્વાસ લીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.