વાવ વિસ્તારની કેટલીક કેનાલો સફાઈ અને રીપેરીંગના અભાવે તુટેલી હાલતમાં
બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના છેવાડાના ગામડાઓની નર્મદાની માઇનોર કેનાલો માં હજુ સફાઈના અભાવે ધુડ ખાતી હોવાની નજરે પડી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો માલસણ બ્રાન્ચ કેનાલ રડોસણ માઇનોર બેની આજની સ્થિતિ જોતા અંદર બાવળો અને ઘાસ ઊગી નીકળે છે તેમજ કેટલીક જગ્યાએ કેનાલ તુટેલી હાલતમાં છે. તેમ છતાં તંત્રના જાણે આંખો આડા કાન હોય આ તંત્રને દ્રશ્ય નહીં જોવા મળતા હોય કે પછી જાણી જોઈને આ હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી તેને લઈને ખેડૂતોમાં અનેક સવાલો થઈ રહ્યા છે.
જોકે અત્યારે તો એક બાજુ રવિ સીઝન શરૂ થઈ ગઈ છે જેને લઈને થોડા દિવસો અગાઉ રાછેણા ગામના સરપંચ દ્વારા નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા માટેની નર્મદા વિભાગના તંત્રને જાણ કરવામાં આવી હતી આ જાણ કરતાં ની સાથે નર્મદા વિભાગના તંત્ર દ્વારા કેટલીક નર્મદા કેનાલોમાં નહીતેવી સફાઈ કરી છે અને કેટલીક કેનાલોમાં સફાઈ કર્યા વગર પાણી તો છોડી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ કેટલી એવી કેનાલો પડી છે કે તેની હજુ સુધી તંત્ર દ્વારા સાફ-સફાઈ પણ કરવામાં આવી નથી અને કેટલીક જગ્યાએ કેનાલો તૂટેલી હાલતમાં પડી છે જેનું રીપેરીંગ કામ પણ હજુ સુધી કરવામાં આવ્યું નથી ત્યારે એક બાજુ રવિ સીઝન પૂર જોશમાં ચાલુ થઈ ગઈ છે.
ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરવઠો કઈ રીતે મળશે તેનો એક પ્રશ્ન ખેડૂતોને મૂંઝવણમાં મૂકી રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર કેનાલોની તાત્કાલિક ધોરણે સફાઈ કામ અને તૂટેલી છે તેનું રીપેરીંગ કામ કરી સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે