
ઈકબાલગઢમાં ઘરે ઘરેથી માટી એકત્ર કરવામાં આવી : અમૃત વાટિકાના નિર્માણ માટે દિલ્હી મોકલાશે
દિલ્હી ખાતે અમૃતવાટિકા બનાવવામાં આવશે જેના ભાગરૂપે દેશના દરેક ગામડાઓમાંથી ભાજપ દ્વારા ઘરે ઘરેથી એક મુઠ્ઠી માટી લઈ મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે મારી માટી મારો દેશના ભાગરૂપે ભાજપના તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ પૂર્વ પ્રમુખ કિરણસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ રાણા ઈકબાલગઢના અગ્રણી નરેશભાઈ અગ્રવાલ સહિત ભાજપના કાર્યકરો હાજર રહી ઈકબાલગઢ ખાતે ઘરે ઘરેથી એક એક મુઠ્ઠી માટી લઈ એકત્ર કરી દિલ્હી ખાતે અમૃતવાટિકા માં પહોંચાડવાના છે જેને લઇ તાલુકાના દરેક ગામડાઓમાં હાલ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે.
આ અંગે અમીરગઢ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, મારી માટી મારો દેશ કાર્યક્રમના અનુંસંધાને આજે ઈકબાલગઢ ગામે ઘરે ઘરે થી માટી લઈને માંથી દિલ્લી પહોંચાડવાના છીએ અમૃત વાટિકા બનાવા માટે આ માટીનો ઉપયોગ કરાશે ભારતભરના તમામે તમામ ગામડાઓની માટી એકત્ર કરવામાં આવશે.