
થરાદમાં ગેરકાયદે દબાણમાં બનેલી છ દુકાનો પાલિકા તંત્ર દ્વારા હટાવાઇ
થરાદ નગરપાલિકાના ચીફઓફીસરના ધ્યાનમાં નગરમાં સરકારી જગ્યામાં કેટલાંક દબાણોનો સફાયો કરી દિધો હતો.પાલિકાની કાર્યવાહીના પગલે દુકાનદારોમાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી. થરાદ નગરના વિવિધ વિસ્તારોમાં કેટલાક દબાણદારો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવતાં હોવાની જાણકારી નગરપાલિકાના ચીફઓફીસર પાંચાભાઇ માળીના ધ્યાનમાં આવી હતી.આથી તેમણે તેને દુર કરાવી દિધાં હતાં. આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે પ્રધાનમાંત્રી આવાસ યોજના વસાહત પાસે કોમન પ્લોટમાંથી બે દબાણો, જ્યારે ઢીમા ત્રણ રસ્તા કેનાલ પાસેથી ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત શિવનગર વિસ્તારમાં પણ મુખ્ય રોડ પર બે દુકાનો,જ્યારે ડાયમંડ પેટ્રોલ પંપ પાસે કબ્રસ્તાનની પાછળની દિવાલ તોડીને કરવામાં આવી રહેલું દબાણ દુર કરાવી દિધું હતુ.જ્યારે તેનો પાયો પણ પુરી નાખવામાં આવ્યો હતો.એવી જ રીતે માર્કેટયાર્ડના ફ્રુટમાર્કેટના સામેના ભાગમાં પણ પાલિકાની જગ્યામાં કરવામાં આવેલ દબાણ દુર કરાવી દેવામાં આવ્યું હતુ.નગરપાલિકાના ચીફઓફીસરની સ્ટાફ અને જેસીબી મશીન સાથેની કામગીરીને લઇને દબાણકારોમાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.