બ્રહ્મધનુષ દેખાતા ભારેથી અતિભારે વરસાદના સંકેત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ પાલનપુર  : સરહદી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. છતાં મેઘરાજા હજી સુધી મન મૂકી વરસ્યા નથી. ત્યારે આકાશમાં ખગોળીય સંકેત રૂપે બ્રહ્મ ધનુષએ દેખા દેતા ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો મળી રહ્યા છે. આકાશમાં આજે બ્રહ્મધનુષ જોવા મળ્યું હતું. વૈજ્ઞાનિક ભાષામાં આને “સન હાલો(sun hallo)” કહેવાય છે. ચોમાસાના વાતાવરણમાં ઉપરના લેવલે ભેજ વધે ત્યારે એ ભેજબિંદુઓ પર સૂર્યના કિરણો પડતાં એના રિફલેક્શન થી સૂર્ય ફરતે ‘સન હાલો’ રિંગ રચાય છે. જેને દેશી ખગોળશાસ્ત્રમાં બ્રહ્મધનુષ પણ કહે છે. પાલનપુર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા)ના પ્રમુખ વિજય હ.જોશી ના જણાવ્યા મુજબ, એવી માન્યતા પણ છે કે ‘સન હાલો’ રિંગ એટલે કે બ્રહ્મધનુષ દેખાય ત્યારે આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.