દેશની પહેલી મોટર સ્પોર્ટ્‌સ ડ્રાઇવમાં ગુજરાતનું નામ રોશન કરતા સિદ્ધાર્થ દોશી

બનાસકાંઠા
બનાસકાંઠા 69

(રખેવાળ ન્યૂઝ) મીઠી-પાલડી,
આજના યુવાનો માટે એક પ્રેરણા દાયક કિસ્સો સામે આવ્યો છે, બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલાધર ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા સિદ્ધાર્થ દોશી એ ૭૩ કલાકનું નોનસ્ટોપ ડ્રાઇવિંગ કરીને મોટર સ્પોર્ટ્‌સ માં અનોખી સિધ્ધિ મેળવેલ છે
વધુમાં મળતી માહિતી પ્રમાણે સિદ્ધાર્થ દોશીએ ચંદીગઢ, ઝાંસી, નાગપુર, હૈદરાબાદ અને બેંગલુરુ ખાતે નાનકડો વિરામ લીધો હતો અને માત્ર ૭૩ કલાકમાં સફરને પૂર્ણ કરી હતી જે ખૂબ જ સાહસિક અને પ્રેરણાદાયક છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઘ્વારા વર્ચ્યુઅલ ફ્લેગ ઑફ કરીને આ રાઈડ શરૂ કરવામાં આવી હતી.

લેહથી કન્યાકુમારી સુધીનું અંતર માત્ર ૭૩ કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ દોશીએ અવિરત ૭૩ કલાકની ડ્રાઈવ કરીને આપણા દેશની આ પહેલી મોટર સ્પોર્ટસ ડ્રાઇવમાં ત્રીજાે નંબર મેળવ્યો હતો જે બનાસકાંઠા માટે ખુબજ ગૌરવ લેવાની બાબત છે. આ ડ્રાઇવમાં સિદ્ધાર્થ દોશીએ ૩૮૮૯ કિલોમીટર ની સફર ખેડી હતી અને ૭૩
કલાકમાં આટલું અંતર કાપ્યું હતું. જેનો રેકોર્ડ ગુજરાત બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ તથા નેપાળ બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો હતો. આ ડ્રાઇવ બિગબાશ સ્પોર્ટ્‌સ લીગ ઘ્વારા યોજવામાં આવી હતી. સિધ્ધાર્થ દોશીના આ સાહસને સુરતના
પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ તેમજ કોર્પોરેટર કેતનભાઈ શાહે પણ આવકારી તેમનું સ્વાગત
કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.