ભીલડી પંથકના ખેડૂતો દ્વારા ઉનાળુ બાજરી વાવેતરના શ્રીગણેશ કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં હવામાન પલટા બાદ હવે રાતે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.તેથી ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થવા લાગી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝનમાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે જેમાં ડીસા તાલુકાના ખેડૂતો પણ બાજરીનું વાવેતર કરે છે. તેથી ભીલડી પંથકના બલોધર ગામના પ્રગતિશીલ ખેડુત સાગરભાઇ રબારીએ પોતાના ખેતરમાં બાજરી વાવેતરના શ્રીગણેશ કર્યા હતા. જેને લઈ બજારોમાં વિવિધ જાતોનું બિયારણ ઠલવાયું છે.જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે બાજરીના બીયારણના ભાવમાં ૫૦ રૂ.નો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ માર્કેટયાર્ડમાં જુની બાજરી ૨૦ કિલોના ૪૪૫ થી ૬૦૦ રૂપિયાના ભાવે વેચાઇ રહી છે. જેમા ખેડુતોને સારો ભાવ મળી રહ્યો છે. વળી, બાજરીના એક પૂળાના ૩૦ રૂપિયા બોલાઇ રહ્યા છે. જેને લઇ જિલ્લામાં આ વર્ષે બાજરીના બમ્પર વાવેતરની શક્યતા વધી રહી છે. આ વિસ્તારમાં ઉનાળુ મગફળી અને રોકડીયા પાકમાં શક્કરટેટી અને તરબુચનું પણ વાવેતર થાય છે. પરંતુ આ વર્ષે માર્કેટમાં બાજરીના અને ઘાસચારાના ભાવ વધુ હોવાથી ઉનાળું બાજરીનુ વાવેતર વધવાની શક્યતા વધી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.