દાંતાના નાની ટૂંડાવ ગામની પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલ દાંતા તાલુકાના નાની ટુંડાવ ગામની પ્રાથમિક શાળમાં ધો.૧થી૫ માં અભ્યાસ કરતા ૧૨૦ જેટલા બાળકો વચ્ચે માત્ર એક જ ખંડ હોય છે. અને તે પણ જર્જરીત ઓરડામાં શાળાનો સામાન પડ્યો રહેતો હોઇ બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરવાની ફરજ રહી છે જોકે છેલ્લા સાડા ત્રણ વર્ષથી નવીન ઓરડા બનાવવાની રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં શાળાને ઓરડા ફાળવાતા નથી. આંતરીયાળ અને વનવાસી વિસ્તાર ધરાવતા દાંતા તાલુકામાં નાની ટુંડાવ પ્રાથમિક શાળામાં ઓરડાઓના અભાવે બાળકો છેલ્લા ચાર વર્ષથી ખુલ્લામાં મેદાન માં અભ્યાસ કરી રહ્યા છે જેમાં ગરમી અને વરસાદ ના સમયે બાળકોને અભ્યાસ માટે ગામના મંદિર પરિસર નો સહારો લેવાની ફરજ પડી રહી છે. જોકે, નાના સરખા આ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધો.૧ થી ૫ માં વર્ગમાં ૧૦૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતું ઓરડાના અભાવને લઈ બાળકો ને અભ્યાસમાં અગવડતા ભોગવવી પડતી હોય ગ્રામજનો દ્રારા છેલ્લા સાડા ત્રણ વર્ષથી શાળામાં ઓરડાની ઘટ પુરી કરવા રજુઆત કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્રારા ઓરડાની માંગ સંતોષવામાં નહીં આવતાં ગ્રામજનો દ્રારા બાળકો સાથે કલેકટર કચેરીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે, સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા અને શાળા ઓમાં ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરવાનો વાતો નાની ટૂંડાવ પ્રાથમિક શાળામાં નિરર્થક પુરવાર થઇ રહી છે. ત્યારે જવાબદાર તંત્ર આ શાળાના ઓરડા ની ઘટ પુરી કરવામાં આવી એવી પ્રબળ માંગ
ઉઠી છે.

ટાઢ, તડકો કે વરસાદમાં પણ ખુલ્લામાં ભણતર
નાની ટુંડાવના સરપંચ મહેશભાઈ કટારીયાએ જણાવ્યું હતું કે, શાળા માં ઓરડાના અભવે શિયાળો હોય ઉનાળો હોય કે પછી ચોમાસુ નાના બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા માટે મજબુર છે. છેલ્લા સાડા ત્રણ વર્ષ થી ઓરડા ની માંગણી કરાઈ છે પણ તે સંતોષવા આવી નથી.

અભ્યાસ માટે ભાડાના મકાન અથવા મંદિરનો સહારો લેવો પડે છે
શાળામાં અપૂરતા ઓરડાને લઈ બાળકો નેગરમી અને વરસાદના સંજોગોમાં ભાડાના મકાનમાં અથવા મંદિરમાં બાળકો ને અભ્યાસ કરવો પડે છે. જોકે, ચાર વર્ષથી શિક્ષણ વિભાગે આ વાલીઓની માગણીના સંતોષ હતા આખરે બાળકોને મુશ્કેલીઓ ભોગવવા નો વારો આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.