ઉપરવાસમાં સારો વરસાદ ન થતાં બનાસનાં બંને ડેમમાં નવા નીરની અછત

ગુજરાત
ગુજરાત

જુલાઈ મહિનાનું એક અઠવાડિયું વીતી ગયું તેમ છતાં હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ થયો નથી. જો કે, વરસાદ ન થતાં બનાસકાંઠામાં બનાસ નદી પર બનેલો સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણીનું નવું એક ટીપુય આવ્યું નથી. તેથી ખેડૂતો હવે રાજસ્થાનમાં સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે દક્ષિણ રાજસ્થાનના સીરોહી, માઉન્ટ આબુ ઉપરાંત કુંભલગઢથી નીકળતું તમામ પાણી રાજસ્થાનની જુદી જુદી નદીઓમાં થઈને મુખ્ય બનાસ નદીમાં આવે છે. વધુમાં જણાવી દઈએ કે દાંતીવાડા ડેમમાં હાલમાં 19.27% જેટલું પાણી છે. મળતી માહિતી મુજબ ડેમની હાલ સપાટી 565.10 ફૂટ છે. અને ગત વર્ષે 2023 માં 100% ટકા અને 2022 માં પણ 100% ડેમ ભરાયો હતો.

મહત્વનું છે કે દાંતીવાડા ડેમથી થોડા જ કિલોમીટરના અંતરે આવેલા સીપુ ડેમમાં માત્ર 10.5 ટકા પાણી છે. જેમાં દક્ષિણ રાજસ્થાનના માઉન્ટ આબુના એક ભાગ ઉપરાંત રેવદર તરફના ગામોનું પાણી સીપુ ડેમમાં આવે છે. હાલમાં સીપુ ડેમમાં 10.65 ટકા જેટલું પાણી છે. જો કે, 2022માં માત્ર 11% અને 2023માં 32% ડેમ ભરાયો હતો. ઉલ્લેખનીય છે કે અહી સિંચાઈ માટે 25 ગામોને પાણી અપાય છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી અપૂરતા વરસાદના લીધે પાણી આપી શકાયું નથી. હવે સ્થાનિક ખેડૂતો ચિંતિત બનતાં રાજસ્થાનનાં ઉપરવાસમા સારો વરસાદ થાય તેવી આશા સેવી રહ્યા છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.