
કાળાનાણાંને લઈને દિયોદર કોર્ટનો ધાકબેસાડતો ચુકાદો
બનાસકાંઠા જિલ્લામાં કેટલાક બિલ્ડરો જમીનો પર કબજો કરવા કાળા નાણાંનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે કાળું નાણું સફેદ કરવાના કારસાનો ખુલાસો દિયોદર કોર્ટે આપેલા જમીનનાં ચુકાદામાં થવા પામ્યો છે. સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, ભાઈલાલભાઈ જયંતિલાલ સહાયતા દીઓદર અને નાનાલાલ કુંવરજી ઠક્કર વિગેરે એ દીઓદર કોર્ટમા સ્પે.દિવાની મુકાદમા નં.૭/૧૭ દાવો દાખલ કરેલ હતો કે અમારી મોજે સણાદર તા.દીઓદર ના સર્વે નં.૧ર પૈકી-ર ની જમીન ર-૪ર-૪૧ ચો.મી.વાળી જગ્યા દર્શનકુમાર ઠાકરશીભાઈ ઠક્કર રહે.દીઓદર વિગેરે ને વેચાણ રાખેલ જે જમીન બાબતે વિવાદ થતાં નામદાર કોર્ટમાં વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો રૂા .૬,૦૭૪પ૬૧૪૮઼/-નો ભાઈલાલભાઈ સહાયતા વગેરે એ રજુ કરેલ.જેં નામદાર સીવીલ કોર્ટમાં ચાલી જતાં સીવીલ કોર્ટના સ્પેશીયલ જજ એમ.એસ.પાંડે એ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો નામંજુર કરી ભાઈલાલ ભાઈ સહાયતા વગેરે ને કોર્ટની કાર્યવાહીનો દુરપયોગ કરવા બાબતે રૂા.બે લાખ પુરા જીલ્લા કાનુની સમિતિમાં જમા કરાવવા હુકમ કરાયો હતો.
તેમજ દર્શનકુમાર ઠાકરશીભાઈ ઠક્કર રહે.દીઓદર વિગેરે એ દીઓદર કોર્ટમાં સ્પે.દિવાની મુકાદમા નં.૯/ર૦૧૮ દાવો દાખલ કરેલ હતો કે મોજે સણાદર તા.દીઓદર ના સર્વે નં.૧ર પૈકી-ર ની જમીન ર-૪ર-૪૧ ચો.મી.વાળી જગ્યા ભાઈલાલભાઈ જયંતિલાલ સહાયતા રહે.દીઓદર વિગેરે પાસેથી વેચાણ રાખેલ જે જમીન બાબતે વિવાદ થતા નામદાર સીવીલ કોર્ટમાં જઈ વેચાણ લીધેલ જમીનની વેચાણનો દાવો દાખલ કરેલ જે દાવો નામદાર કોર્ટમાં ચાલી જતાં નામદાર સીવીલ કોર્ટના સ્પેશીયલ જજ એમ.એસ.પાંડે એ દાવો નામંજુર કરેલ.તેમજ રૂા.ર લાખ જીલ્લા કાનુની સમિતિમાં જમા કરાવવા દર્શનકુમાર વિગેરે ને આદેશ કરેલ.તેમજ નામદાર કોર્ટે બંને પક્ષોને જમીનને કોઈપણ પ્રકારની હસ્તાંતરી કરવી કે કરાવવી નહીં. તેવો હુકમ કરેલ તેમજ બંન્ને દાવાઓ પ્રિન્સીપાલ ચીફ કમીશ્નર ઓફ ગુજરાત અમદાવાદ તથા જીલ્લા ઈન્કમટેક્ષ ઓફીસર પાલનપુર બ.કાં., તેમજ રજીસ્ટારશ્રી પાલનપુર બ.કાં., તથા ડીવાયએસપી દીઓદર ને દસ્તાવેજની નકલ સાથે યોગ્ય કાર્યવાહી માટે મોકલવા હુકમ કરેલ છે. તેમજ આગળની કાર્યવાહી માટે મોકલવાનું વ્યાજબી અને ન્યાયીક જણાય તે એજન્સીને તેઓ આ અંગેની જાણ કરી કાર્યવાહી કરી શકે તેવો હુકમ કરેલ છે.