અંબાજી નજીક મચકોડા નદીમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર
અંબાજી નજીક આવેલા મચકોડા ગામે એક મહિલાની લાશ મળી આવી છે. હડાદના મચકોડાની નદીમાં મહિલાની લાશ મળી આવતા લોકોમાં ચચકાર મચી પામ્યો છે. ત્યારે મહિલાની હત્યા કરીને લાશને નદીમાં દાટી હોવાની વાતો સામે આવી રહી છે. ત્યારે મહિલાનું નામ અપૂર્ણિ બેન ચંદુભાઈ રોઈસા જાણવા મળી રહ્યું છે. પોલીસે લાશને કબજે લઈ પીએમ માટે માકડી મોકલી આપી છે.
ત્યારે હડાદ પોલીસે તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે. મચકોડા નદીમાં મહિલાની લાશ દાટી હોવાની વાતો સામે આવતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હડાદ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
હડાદ મચકોડા નદીમાં મહિલાની લાશ મળતા સમગ્ર મામલે હડાદ પોલીસે જણાવ્યું હતું કે, મહિલા મચકોડાની રહેવાશી છે અને તે બે ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી હતી. ત્યારે ગઈકાલે સાંજે મચકોડાની નદીમાં શ્વાન દ્વારા ગંધને લઈ લાશને ખેંચતાણ કરતા લાશ બહાર દેખાઈ આવતા લોકોને જાણ થઈ હતી.
ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસને જાણ કરાતા હડાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં મહિલાની હત્યા કરી નદીમાં દાટી દેવાની પ્રથમ તપાસે બહાર આવ્યું છે. જિલ્લાના DYSP સાથે ટીમએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી.