શિહોરી પોલીસએ કાકર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાંથી 6 જુગારીયા ઝડપ્યા
શિહોરી પોલીસએ બુધવારે બાતમીના આધારે કાકર ગામની સીમમાં નેકોઇ તરફ જતાં માર્ગ પાસેની ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતાં 6 જુગારીયા ઝડપ્યા હતા. પોલીસ એ રૂ.10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
શિહોરી પોલીસ મથકના પીએસઆઇ એચ.કે.દરજીના માર્ગદર્શન હેઠળ શિહોરી પોલીસ સ્ટાફ બુધવારે વિસ્તારમાં દારૂ-જુગારની બદીને નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી કે કાકર ગામની સીમમાં નેકોઈ તરફ જતા માર્ગ પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે. ત્યારે પોલીસે ઓચિંતો છાપો મારતા ખુલ્લામાં 6 શખસો જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસે કોર્ડન કરી પકડી લીધા હતા. તેમની પાસેથી સાહિત્ય સાથે રોકડ રૂ.10230 નો મુદ્દામાલ કબજે કરાયો હતા. આ જુગારીયાઓમાં રાજુભા વિરમસિંહ વાઘેલા (રહે.કાકર), લીલાભાઈ કાનજીભાઈ પરમાર, પ્રવીણભાઈ સતાભાઈ પરમાર, સંજયજી સુખાજી ઠાકોર, ખાનુજી કરમાનજી ઠાકોર અને વિક્રમજી વનાજી ઠાકોર (તમામ રહે.નેકોઈ,તા.કાંકરેજ) ની સામે જુગાર ધારાની કલમ લગાવી ગુનો નોંધાયો છે.