બનાસકાંઠાના ભાજપ અગ્રણીના પુત્રની શરમજનક હરકત : અમદાવાદની યુવતીના નગ્ન ફોટા વહેતા કરવાનું કહી દુષકર્મ આચર્યું

ગુજરાત
ગુજરાત 125

વસ્ત્રાપુરમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી સાથે ફેસબુક ઉપર મિત્રતા કેળવી હતી

અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી ફેસબુક માધ્યમથી ડીસાના અને બનાસકાંઠાના ભાજપ એક અગ્રણીના પુત્ર સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બંન્ને વિડીયો કોલ પર વાતો કરતા હતા દરમિયાન એક દિવસ યુવકે યુવીતે કપડા ઉતારવાનું કહીને ફોટા પાડી લીધા હતા. બાદમાં આ ફોટા સોશીયલ મિડીયા પર વહેતા કરવાની ધમકી આપીને અવાર નવાર દુષકર્મ ગુજાર્યુ હતુ. યુવતીએ આ અંગેની જાણ તેના માતા-પિતાને કરી હતી. બાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પીડીતાએ દુષકર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તમામ ચક્રોગતિમાન કર્યા છે. બીજી તરફ ભાજપ અગ્રણીના પુત્રની આ હરકતથી જીલ્લાનું ભાજપ સંગઠન પણ શરમ અનુભવે છે.

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા ૨૧ વર્ષીય યુવતી ખાનગી દુકાનમાં કામ કરે છે. આ દરમિયાન તે માર્ચ ૨૦૨૦માં ફેસબુકથી મૂળ બનાસકાંઠાના ડીસાના યુવક હર્ષવર્ધન વિજયભાઈ ચક્રવર્તીર્ના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ તેમની વચ્ચે મોબાઈલ પર વાત થતી હતી. થોડી મિત્રતા બાદ યુવકે જુલાઇ ૨૦૨૦માં યુવતીને વીડિયો ફોન કરી તેને પોતાની વાતોમાં ફસાવીને ઉપરના કપડાં ઉતારવા કહ્યું હતુ. યુવતી તે યુવકની વાતોમાં આવી ગઇ હતી અને તેણે કપડાં ઉતારી દીધા હતા. જે દરમિયાન આરોપી યુવકે યુવતીના ફોટો પાડી લીધા હતા.

ત્યાર બાદ તેઓ પહેલીવાર નવેમ્બર, ૨૦૨૦માં મળ્યા હતા. જે બાદ થોડા કલાકો વાત કર્યા બાદ બંને છૂટા પડી ગયા હતા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ આરોપી યુવકના યુવતી ઉપર ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારા ઘરમાં બીજી છોકરી સાથે લગ્નની વાત ચાલી રહી છે. જેથી તું મળવા આવ પરંતુ યુવતીએ ના પાડતા આરોપીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

ત્યારબાદ હર્ષવર્ધને યુવતીના ઘર પાસેથી બાઈક પર લઈને એક હોટલમાં ગયો હતો અને તેને સોફ્ટ ડ્રિન્કમાં કેફી પદાર્થ નીખી દીધો હતો. જેથી યુવતીએ સોફ્ટ ડ્રિન્ક પી લેતા તે બેભાન થઈ ગઈ હતી ત્યારે યુવતી તેની સાથે દુષકર્મ કર્યુ હતુ. જાે કે યુવતીને હોશ આવતા પુછપરછ કરી ત્યારે યુવકે તેની સાથે શરીરીક સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યુ હતુ. જેથી યુવતી રડતી રડતી પોતાના ઘરે જવાની વાત કરી ત્યારે યુવકે તેના ફોનમાં દુષકર્મ કરતા ફોટા પાડી લીધા હતા અને તે બતાવી તેને ધમકાવી રહ્યો હતો.

બાદમાં યુવક યુવતીને લઈને બીજી હોટલામાં લઈ ગયો હતો અને તેના ફોટા વહેતા કરવાનું કહીને બીજી વખત દુષકર્મ કર્યુ હતુ. બાદ યુવક યુવતીને કોર્ટમાં લઈ જઈને જબરદસ્તી લિવ ઈન રીલેશન શિપના કાગળ પર સહીઓ કરાવી હતી. અને જાે સહી નહી કરે તો તેના નગ્ન ફોટા સોશિયલ મિડીયામાં વહેતા કરી દેવાની ધમકી પણ આપી હતી. દરમિયાન યુવતીએ તે અંગેની જાણ તેના માતા- પિતાને કરી હતી. જેથી તેના માતા-પિતાએ યુવતીને સાથે રાખી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં યુવતી પોતાની સાથે થયેલી ઘટનાની જાણ થતા પોલીસે દુષકર્મ સહીતનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.