અંબાજી પંથક માં રીંછનો ભારે ભય, એક થી વધુ પાંજરા ગોઠવવા માંગ,નહીતો મેળામાં હેરાનગતિ થઈ શકે
છેલ્લા એક સપ્તાહ થી અંબાજી પંથક માં રીંછ દેખાતા લોકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમ બે દિવસે 51શક્તિપીઠ વિસ્તારમાં ત્યાર બાદ ત્રણ દિવસ હોસ્પિટલ કેમ્પસમાં અને હવે છેલ્લા બે દિવસ થી ગબ્બર રોડ ઉપર ગબ્બર પંથક ના રબારી ગોળીયા નાં લોકોની આ રીંછ એ ઊંઘ ખરાબ કરી છે. અહિયાં રબારી લોકો નો ભરચક વિસ્તાર છે. અને ઘરે નાના બાળકો ને મહિલાઓ રહેતી હોય છે ત્યારે આ રીંછ બે દિવસ થી ઘર આંગણે જતા સ્થાનિક લોકો નું ડર માં સતત વધારો થયો છે.
હાલ માં વન વિભાગ દ્વારા જ્યાં સતત રીંછ આવ્યો તેવા રહેણાંક પાસે એક પાંજરું ગોઠવી રીંછ પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે નજીક ના સમય માં અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો આવી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકો એક કરતા વધુ પાંજરા ગોઠવવા માંગ કરી રહ્યા છે.
જેથી રીંછ એક નહિ તો બીજી જગ્યા એ પકડાઈ શકે છે હાલ માં સતત રીંછ ના આટા ફેરા ને લઇ રબારી સમાજ ના લોકો ની ઊંઘ હરામ કરી નાખી છે જે લોકો ઘર ની બહાર ઊંઘતા હતા તેઓ ને હવે ફરજીયાત ઘર માં સુવું પડી રહ્યું છે વનવિભાગ તાકીદે વધુ મહેનત કરી આ રીંછ ને પકડી પાડવા માંગ કરાઈ છે જેથી સ્થાનિક લોકો સહીત આવનારા ભાદરવીપૂનમ ના મેળા દરમિયાન યાત્રિકો ને પણ કોઈ મુશ્કેલી નો સામનો ન કરવો પડે તેમ વિરાજી રબારી (પ્રત્યક્ષ દર્શી,રબારી ગોળીયા) અંબાજી એ જણાવ્યુ હતુ