
દિયોદર તાલુકાના મોજરુ નવા ગામે હુમલો કરનારને સાત વર્ષની કેદ
દિયોદર તાલુકાના મોજરુ નવા ગામે ગત ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૭ ના બપોરના સમયે ફરિયાદી ભનુબેન જયંતીભાઈ જાેશી, લીલાબેન ભાવેશભાઈ જાેશી તથા બબીબેન ત્રણેય બહેનો પોતાના સાસરીથી પોતાની માતાને મળવા ખબર અંતર પૂછવા પોતાના પિયર દિયોદર તાલુકાના મોજરુ નવા ગામે આવ્યા હતા અને ત્રણેય બહેનો તેમની માતા ચેહરબેન રામજીભાઈ જાેશી સાથે વાતો કરતા હતા તે દરમિયાન તેમના ભાભી રમીલાબેન મહાદેવભાઇ જાેશી દિવાલ પાછળ ઊભા રહી નણદ અને સાસુની વાતો સાંભળતા હતા તે દરમિયાન અનુબેનએ કહેલ કે સંતાઈને શું અમારી વાતો સાંભળો છો બહાર આવીને અમારી પાસે બેસો તેવું કહેતા રમીલાબહેને તેમના પતિ મહાદેવભાઇ રામજીભાઈ જાેશી તથા દીકરા જયેશભાઈ મહાદેવભાઇ જાેશીને બોલાવી ત્રણેય સાથે મળી અપશબ્દો બોલી ધોકા વડે માતા ચેહરબેનને મારવા લાગેલ આ અંગે અનુબેન જયંતીભાઈ જાેશીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ અંગેનો કેસ શનિવારે દિયોદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ ડો એમ એસ પાંડેની કોર્ટમાં ચાલી જતા કોટૅએ તમામ આરોપીઓને સાત વર્ષની સખત કેદ અને ૩૬૦૦૦ રૂપિયા દંડ ફટકાવ્યો હતો.