વડગામ ના મજાદર ના મેળા માં તીનપત્તિ નો જુગાર રમતા સાત ને છાપી પોલીસે ઝડપી પાડ્યા
સાત જુગરિયા પાસે થી પોલીસે કુલ રૂ. ૧૩૮૦૦ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી: વડગામ તાલુકાના મજાદર ગામે શનિવારે યોજાયેલ બાબા રામદેવપીર ના મેળા માં જુગાર રમતા સાત ઈસમો ને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
વડગામ તાલુકા મજાદર ગામેં આવેલ ઉત્તર ગુજરાત ના પ્રસિદ્ધ રામાપીર ના મંદિરે ભાદરવા સુદ અગિયારસ ના દિવસે મેળો ભરાય છે.જ્યાં રામાપીર ના મંદિરે દુરદુર થી નેજા ચઢાવવા ભક્તો આવી માનતા પુરી કરે છે.દરમિયાન મેળા માં આવેલ સાત ઈસમો મારુવાસ માં ખુલ્લામાં ટીનપત્તિ નો હારજીત નો જુગાર રમતા હોવાની બાતમી છાપી પીઆઇ એચ.આર. વાઘેલા ને થતા પો.કો.સુરેશભાઈ ચૌધરી , બાબુભાઈ ,સમીરખાન તેમજ રતુભાઈ બાતમી સ્થળે રેડ કરી ગોળ કુંડાળું કરી જુગાર રમતા સાત ઈસમો ને ઝડપી પાડી કુલ રોકડ રૂ. ૧૩૮૦૦ કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
કોની સામે ગુનો નોંધાયો
(૧) કમલેશ ધર્માજી બોચિયા રહે. ખડીયાસણ તા.સિદ્ધપુર
(૨) નરેશ ગણપતલાલ મારૂં રહે. કોટડી તા.વડગામ
(૩) જન્મેશ ખીમજીભાઈ સોલંકી રહે. ભીમસર તા. રાપર જી.કચ્છ
(૪) નીતિન ધીરજભાઈ જરાદી રહે. ચંડીસર તા. પાલનપુર
(૫) નૈતિન રમેશભાઈ રાઠોડ રહે. જુના ડીસા તા.ડીસા
(૬) વિનોદ કાલિદાસ ચૌહાણ રહે. મજાદર તા.વડગામ
(૭) દિપક કનુભાઈ રૂપાલા રહે. રૂપાલ તા.વડગામ