ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ સામે ગેરરીતીના ગંભીર આક્ષેપો
પૂર્વ નગરપાલિકાના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી: ધાનેરા નગરપાલિકાના પુર્વ પ્રમુખ બળવંત બારોટે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, પાલિકા પહેલા દબાણો કરાવે અને પછી તોડ કરે છે.પાલિકાના એન્જીનીયર સાચા હોય તો નગરમાં બની રહેલા ગેકાયદેસર શોપિંગ સેન્ટરો દૂર કરાવે.
વગર મંજૂરીએ બની રહેલા અને મંજૂરી વિરુદ્ધમાં બનાવેલા શોપિંગ સેન્ટર સામે કાર્યવાહી કરે. વધુમાં જણાવ્યું કે હું ખોટો હોઉં તો મારી તમામ મિલ્કત સરકારમાં આપવા તૈયાર છું.પાલિકાના કર્મચારીઓના સગાના દબાણો દૂર કરાવે.આ બાબતે કલેક્ટરને લેખિતમાં પત્ર પણ લખ્યો છે અને નગરપાલિકાના કર્મચારીઓ પર ગેરરીતીના આક્ષેપો પણ કર્યા હતા.
એટલું જ નહીં,ગેર કાયદેસર શોપિંગ સેન્ટરો બની રહયા છે અને ખોટા કાગળો રજુ કરે છે છતાં કોઈપણ પ્રકારની ખાત્રી કર્યા વગર મંજૂરી આપી દેવામાં આવે છે હાલ બની રહેલા શોપિંગ સેન્ટરોમાં કેટલાક શોપિંગ સેન્ટરમાં મંજૂરી પણ નથી અને કેટલાક શોપિંગ સેન્ટરો મંજૂરી વિરુદ્ધ બનાવવામાં આવ્યા છે ત્યારે પાલિકાના કર્મચારી- એન્જીનીયર મારી પાસે આવે તો હું બતાવું કયા ખોટા શોપિંગ સેન્ટરો બનેલા છે અને બની રહયા છે.તેવો પડકાર પણ ફેંક્યો હતો.