બનાસકાંઠાની ૨૮ પ્રાથમિક શાળાઓની સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, 
સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલ કરતા પણ વધુ ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામા ૨૮ સરકારી પ્રાથમિક શાળાઓની સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પસંદગી કરવામાં આવી છે. જાેકે, આ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મેરીટના આધારે આગામી નવા સત્રમાં દરેક તાલુકા મથકે ભૌતિક સુવિધા ઓથી સજ્જ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સનો શરૂ કરવામાં આવશે.

સમાજમાં સરકારી સ્કૂલોની છાપ સુધારો કરવા, સરકારી શાળામાં નામાંકનમાં ૨૦ ટકાનો વધારો કરવા, ૮૦ ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓમાં સફળતા પ્રાપ્ત કરે અને એનએએસના સ્કોરમાં સુધારો પ્રાપ્ત કરવા રાજ્ય સરકારે બજેટમાં ૫૦૦ શાળાઓને સ્કુલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત
કરી હતી.

જે અંતર્ગત બનાસકાંઠામાં ખાનગી સ્કૂલોનો મોહ છોડી પ્રાથમિક સ્કૂલોમાં સૌથી વધું એડમિશન મેળવનાર ૧૪ તાલુકાની ૨૮ સરકારી શાળાઓની સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્કૂલ ઓફ એક્સલન્સની પસંદગી માટે ત્રી-સ્તરીય સૂચિત પ્રક્રિયાને ધ્યાને રખાઈ હતી જેમાં નામાંકન, શિક્ષકોની ઉપલબ્ધતા, સત્રાંત પરીક્ષામાં મેળવેલ સરેરાશ ગુણ, વિદ્યાર્થીઓની હાજરી, ગુણોત્સવમાં મેળવેલ ગુણાંકન અને વર્ગખંડ, જ્ઞાનકુંજ, પ્રોજેકટ, કોમ્યુટર જેવી માળખાકીય સ્કૂલોને અગ્રતા આપવામાં આવી છે.

બનાસકાંઠામાં પસંદગી પામેલ એક્સલન્સ સ્કૂલો
અમીરગઢ તાલુકામાં રબારણ અને ધનપુરા, ભાભરમાં ચેંબુવા નવા અને સુથાર નેસડી, દાંતામાં મોટાસડા અને પુંજપુર, દાંતીવાડા તાલુકામાં ઉત્તમપુરા અને આકોલી, ડીસામાં ગણેશપુરા અને ઘરનાળ નાની, દિયોદરમાં રૈયા અને રાંટીલા, ધાનેરામાં હડતા અને ચરાડા, કાંકરેજમાં અધગામ અને નાનોટા, લાખણીમાં અસાસણ અને ગણતા, પાલનપુરમાં કાણોદર-૦૨ અને મલાણા, સુઇગામમાં જેલાણા અને હરસદ, થરાદમાં વીર ગૌચર અને જેતડા, વડગામમાં થુવર અમે તેનિવાડા જ્યારે વાવ તાલુકાની પાનસડા અને ફાંગુડી પ્રાથમિક શાળાનો સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.