ડીસા તાલુકાના જાેરાપુરા ગામના ખેતરમાંથી બિયરનો જથ્થો ઝપ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લે આમ દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે જાેરાપુરા ગામના ખેતરમાથી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે.બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ગઈ કાલે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ અને જુગારની બદીને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસા તાલુકાના જાેરાપુરા ગામના એક ખેતરમાં દારૂ અને બિયરનું વેચાણ કરવામાં આવે છે જેથી તાત્કાલિક એલસીબીના નરપતસિંહ દિગ્વિજયસિંહ, ઈશ્વરભાઈ, દિનેશભાઇ સહિતની ટીમે જાેરાપુરા ગામના સવસીજી શાંતિજી ઠાકોરના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરે રેઇડ કરતા દારૂ અને બિયરની ૫૫૩ બોટલો મળી આવી હતી જેથી કુલ રૂ. ૮૨,૧૬૫ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સવસીજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.