
શાળાઓમાં ૧’લી મે’ ને સોમવાર થી ૩૫ દીવસનું ઉનાળુ વેકેશન રહેશે
રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમા ઉનાળુ વેકેશન ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં શનિવારે શૈક્ષણિક સત્ર પૂર્ણ થયું છે. અને તા.૧ મે ને સોમવારથી તા.૪ જૂન સુધી ના પાંત્રીસ દિવસ શાળામાં ઉનાળુ વેકેશન ને લઈને લઇ બાળકોમાં આનંદ ની લાગણી છવાઈ છે. બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા ધો.૧ થી ૮ ના બાળકોની એપ્રિલ માસના અંતમાં વાર્ષિક પરીક્ષા યોજ્યા બાદ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું હતું. અને તા.૨૯ એપ્રિલ ને શનિવારના રોજ બાળકોને ચાલુ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતો હોઇ તેમજ સામે ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થવાનો હોઇ રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમા ૩૫ દિવસના ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે. જેમા તા.૧-૫-૨૦૨૩ જે સોમવાર થી તા.૪-૬-૨૦૨૩ સુધી શાળાઓમાં ઉનાળુ વેકેશન ને લઇ રજાઓ જાહેર કરાઈ છે. અને આગામી તા.૫-૬- ૨૦૨૩ થી શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થવાની સાથે શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. જોકે, બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શનિવારે અભ્યાસ ક્રમનો છેલ્લો દિવસ બાદ શાળાઓમા પાંત્રીસ દિવસના લાંબા વેકેશન ને લઇ નાના બાળકોમાં આનંદ ની લાગણી છવાઈ જવા પામી છે.