એસ.સી.અને એસ.ટી. સમાજ ના અનામત મુદ્દે ભારત બંધના એલાન માં આજે ઇકબાલગઢ વિરમપુર બજાર સજ્જડ બંધ
એસ. સી એસ.ટી સમાજ ના અનામત મુદ્દે 21 ઓગસ્ટ ના દિવસે ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે આજે રાજ્ય માં અલગ અલગ જગ્યાએ બંધ પાળી ને વિરોધ નોંધાવવામાં પણ આવ્યો હતો. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકા ના ઈકબાલગઢ વિરમપુર બજાર ની તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓ એ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતુ.
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તેને લઈને અમારો વિરોધ છે આગામી સમયમાં અનેક વિદ્યાર્થીઓને આ નિણર્ય થી ભારે નુકશાન થશે ત્યારે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે આજે બંધ નાં એલાન ને સમર્થન આપ્યું છે.