સંસ્કાર અભિયાન : બનાસકાંઠા જિલ્લા ની 52 શાળાના 14,698 બાળકોને સંસ્કારના પાઠ નું સિંચન
પુજ્ય મહારાજ સાહેબ ના બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવા નુ અભિયાન વેગવંતુ બન્યું
તાલીમબદ્ધ શિક્ષક શિક્ષિકાઓ સંસ્કાર ગુરુ અને સંસ્કાર ભગિની તરીકે શાળાઓમાં સારા સંસ્કારોનું સિંચન કરાવે છે.
બનાસકાંઠા જિલ્લામાં આનંદ પરિવાર દ્વારા પુજ્ય જ્ઞાન રક્ષિત મહારાજ સાહેબ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ચાલો બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ આ અભિયાન અંતર્ગત 52 શાળાના 14,698 બાળકો માં સંસ્કાર નું સિંચન કરવામાં આવી રહ્યું છે.
આનંદ વિદ્યા પાઠમાળા બનાવવામાં આવતા ગુજરાત સરકારની ઔપચારિક મંજૂરીથી દર અઠવાડિયે બાળકોને એક પાઠ ભણાવવામાં આવે છે આ માટે સંસ્થા દ્વારા જ શિક્ષક શિક્ષિકાઓ ને તાલીમ આપીને સંસ્કાર ગુરુ અને સંસ્કાર ભગિની તરીકે શાળાઓમાં મોકલવામાં આવે છે અને શાળા માં જઇ સારા સંસ્કારો આપવામાં આવે છે આ ઉપરાંત આ સાથે વક્તૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંસ્કૃત સંભાષણ જેવા કાર્યક્રમ પણ કરવામાં આવે છે.
બાળકો ને સંસ્કૃત શ્લોકો શીખવવામાં આવે છે: શાળા માં સરસ્વતી માતાને વંદના સાથે વર્ગનો પ્રારંભ થતો હોય છે અને બાળકોને સંસ્કૃત શ્લોકો સીખવવામાં આવે છે પાઠમાળા પર સત્રની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે બાળકોમાં ખૂબ ઉત્સાહ સાથે ખૂબ સારા પરિવર્તન જોવા મળી રહ્યું છે.
દાતા ના સહયોગ થકી સમગ્ર કાર્યક્રમની સફળતા મળી રહી છે: શાળાઓમાં સંસ્કારોનું સિંચન કરવા માટે ચાલતા આ કાર્યક્રમમાં સંસ્કાર ગુરુ અને સંસ્કાર માનધનનો સંપૂર્ણ ખર્ચ લંડનવાસી જયાબેન ચુનીલાલજી દોઢિયા પરિવાર ના પારસભાઈ દોઢીયા દ્વારા આપવામાં આવી રહ્યો છે.
આજના જમાનામાં શિક્ષણની સાથે સંસ્કારો ની પણ જરૂરિયાત છે: બનાસકાંઠા ને સંસ્કારકાંઠા બનાવવા ના સંકલ્પ સાથે કામ કરતા આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબ દ્વારા શાળાના બાળકો માં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે એક અભિયાન હાથ ધર્યું છે જે ખૂબ જ પ્રસંશનીય છે.