મા અંબાના દ્વારે જવા વ્યાસવાડી પગપાળા સંઘ રવાના, 52 ગજની ધજા સાથે અંબાજી જવા પ્રસ્થાન કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો. ભક્તો રાત દિવસ ઠંડી ગરમીની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા ચાલીને પોતાની માનતા, મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી છે. આ મેળામાં લાખો પદયાત્રીઓ અનેક ધજા-પતાકાઓ ળઇને અંબાજી પગપાળા આવતા હોય છે. ત્યારે અમદાવાદનો વ્યાસવાડીથી પગપાળા સંઘ આજથી અંબાજી જવા રવાના થયો છે. 52 ગજની ધજા સાથે પ્રથમ પગપાળા સંઘ રવાના થયો છે. મહા આરતી બાદ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયુ હતું. તો માતાજીના રથનું લોકોએ રસ્તામાં ઉમળકાભેર સ્વાગત કર્યું.

સતત 30 વર્ષથી વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જાય છે. છેલ્લા 30 વર્ષથી નિરંતર 52 ગજની ધજા સાથે એકમના રોજ અંબાજી માં અંબાના દર્શને પ્રયાણ કરે છે. છેલ્લાં 30 વર્ષથી સંઘ દર વર્ષે ભાદરવા સુદ એકમના દિવસે અંબાજી દર્શન કરવા પગપાળા નીકળે છે. હરહંમેશ આ સંઘ અંબાજી જવા રાજ્યમાં પ્રથમ શરૂઆત કરે છે. તેના બાદ અન્ય સંઘ ધીરે ધીરે અંબાજી જવા નીકળે છે. વ્યસવાડી પગપાળા સંઘ 52 ફૂટ ધ્વજા લઇ અંબાજીના ધામ જવા આજે પ્રસ્થાન કર્યું. ભવ્ય રંગોળી કરીને સંઘનું સ્વાગત કરાયુ હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કપરો કાળ હતો, ત્યારે પણ આ વ્યાસવાડી સંઘ દ્વારા નિરંતર 52 ગજની ધજા માં અંબાને ચઢાવવાનો ક્રમ અને પરંપરા જાળવી રાખ્યો હતો. લાખ્ખોની સંખ્યામાં માં અંબાના ભક્તો ભાદરવી પૂનમના માં અંબાના દર્શને પધારશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે. માં અંબે આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે. જય અંબે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.