152 ગજની તિરંગા ધજા સાથે લીમખેડાથી નીકળેલો સંઘ અંબાજી પહોંચ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે. ત્યારે માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટી પડ્યું છે. રોજે લાખોની સંખ્યામાં યાત્રિકો પદયાત્રા કરી અંબાજી અવિરત આવી રહ્યા છે. સમગ્ર અંબાજી ભક્તિના રંગે રંગાયો હોય તેવું ચારેકોરથી જય જય અંબે… બોલ મારી અંબે… નો નાદ ગુંજી ઉઠ્યો છે.


ભાદરવી પૂનમ મહા મેળો જામ્યો છે. ત્યારે મેળાના ચોથા દિવસે દિપો રામ ગ્રુપ લીમખેડાથી પેદયાત્રા કરી તિરંગા કલરની 152 ગજની ધજા લાવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, ભારત દેશમાં આઝાદી કા અમૃત વર્ષ 75મો વર્ષ ઉજવી રહ્યા છે. ત્યારે અમે પણ માતાજીના ભક્તિના સાથે દેશભક્તિના રંગે પણ રંગાયા છે અને ભાદરવી પૂનમ મહા મેળામાં માતાજીની લાલ ધજા સાથે તિરંગા ધજા પણ લાવ્યા છીએ. માતાજીના જયધોષ સાથે ભારત માતાની જય અને વંદે માતરમના જયઘોષ પણ કરતા જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.