
બનાસકાંઠા જિલ્લાના સહીતના વિસ્તારમાં વરસાદી ઝાંપટા,ખેડૂતોના બળતા પાકોને જીવન દાન મળ્યું
બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડતા ખેડૂતોના બળતા પાકોને જીવન દાન મળ્યું છે. અમીરગઢ ઈકબાલગઢ જાંજરવા આંબાપાણી ઢોલિયા સહીતના વિસ્તારમાં આજે લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
એક મહિનાના લાંબા વિરામ બાદ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં બપોરના સમયે વરસાદ શરૂ થયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી તો દિવસભર ભારે ઉકળાટના કારણે લોકો બફારાથી પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજે મોડી સાંજના વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા કારણ જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરે છે અને સિંચાઈ માટે પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી માત્ર વરસાદના પાણી પરજ નિર્ભર રહેતા હોય છે, તેવામાં એક મહિનાથી વરસાદ ખેંચતા અનેક જગ્યાએ પાક સુકાવા લાગ્યો હતો અને ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા ત્યારે હવે જિલ્લા ના કેટલાક વિસ્તાર માં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ આનંદ થયો છે અને સારો વરસાદ થાય તેવી કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે.