બેફામ વાહન ચાલકો સામે આર.ટી.ઓની લાલ આંખ ડ્રીંક એન્ડ ડ્રાઇવ, અકસ્માત સર્જનારા 150 લાઇસન્સ સસ્પેન્ડ
દારૂ પી ને અને અકસ્માત સર્જનારા વાહન ચાલકો સાવધાન: સરહદી બનાસકાંઠા જિલ્લામાં ડ્રીંક ડ્રાઇવ અને અકસ્માત સર્જનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનારા અને અકસ્માત સર્જનારા 150 જેટલા ચાલકોના આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સસ્પેન્ડ કરાતા ચકચાર મચી જવા પામી છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહીત ટ્રાફિકના નિયમોને અવગણીને ડ્રાંઇવિંગ કરવાના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક વલણ દાખવી આર ટી ઓ એ છેલ્લા 1 વર્ષમાં 150 જેટલાં ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને અન્ય બેદરકારી ને લઈ આર.ટી.ઓ અઘિકારીએ લાઇસન્સ સસ્પેન્ડ કરી દેતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં વાહન ચલાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની શરતે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ ફાળવાતા હોય છે. પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યા બાદ અનેક વાહન ચાલકો આ ડ્રાઇવિંગ લાઇસન્સનો દૂરપયોગ કરી વાહન ચલાવવાના નિયમોના ધજીયા ઉડાવતા હોવાના બનાવો સમયાંતરે જોવા મળી રહ્યા છે.
રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ડ્રાઇવિંગ નિયમોના ભંગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવા નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે બનાસકાંઠા પોલીસ તેમજ આરટીઓ કચેરીએ કડક વલણ દાખ્યું છે. અને છેલ્લા એક વર્ષમાં આરટીઓ કચેરી દ્વારા જિલ્લામાં ઠેર ઠેર નિયમોનો ભંગ કરનારા 150 જેટલા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરી દેવાયા છે.
ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ: આરટીઓ અધિકારી જે.કે.પટેલ એ પણ વાહન ચાલકોને અપીલ કરી છે કે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂ પીને વાહન ચલાવવું નહીં. અકસ્માતો ન થાય તેની કાળજી રાખી અને વાહન ચાલકોને આરટીઓ અને ટ્રાફિકના નિયમો ની પાલન કરવાની પણ સલાહ આપી છે. જેથી ભવિષ્યમાં પણ આવા વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ ન થાય.