ડીસાના તબીબો સાથે રૂ.51. 20 લાખની ઠગાઈ કરનાર એક આરોપી ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં વધતા જતા સાઇબર ક્રાઇમથી પોલીસ ચિંતિત પોલીસે સાઇબર ફ્રોડથી બચવા લોકોને કરી અપીલ: બનાસકાંઠામાં 12 માસમાં સાઇબર ગઠિયાઓએ એક જ ક્લિકથી લોકોના બે કરોડ ઉપરાંત ની રકમ સેરવી લીધી છે. ઓન લાઇન છેતરપિંડીમાં ભોગ બનતા લોકોએ સાયબર ક્રાઇમમા ફરિયાદ પણ કરી છે. તો પોલીસે પણ અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા ના અને અન્ય માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી થી બચવું જોઈએ. જો કે, ડીસાના તબીબ સાથે ઓનલાઇન છેતરપિંડીના આરોપીને સાયબર પોલીસે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

ઓનલાઇન છેતરપિંડી કરનાર ગઠિયાઓ વોટસઅપમાં ફેક ગ્રુપ બનાવી અને લિંક મોકલતા હોય છે. જે લિંક ડાઉનલોડ કરતા જ તમારા પૈસા આ ગઠિયાઓ સેરવી લે છે. ડીસા ના બે તબીબો સાથે પણ ટ્રેડિંગના બહાને રૂ. 51.20 લાખની ઠગાઈ થઈ હતી. જોકે, બનાસકાંઠા સાઈબર ક્રાઇમે સુરતના પુના ગામથી બીપીન સભાયા ને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પત્રમાં આવેલી લિંક આ તબીબોએ ખોલી હતી અને તેઓ છેતરપિંડી નો ભોગ બન્યા હતા. ત્યારે પોલીસે પણ અપીલ કરી છે કે, વોટસઅપ ઉપર આવતી કોઈપણ અજાણી લિંકને ખોલવી જોઈએ નહિ. અને કોઈ પણ ફાઈલને ડાઉનલોડ ન કરવી જોઈએ. અત્યારના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડી એ લોકોને જાગૃત થવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ અપીલ કરી છે.

છેલ્લા આઠ માસમાં ઓનલાઈન અને સોશિયલ મીડિયાને લગતા 50 જેટલા કેસ નોંધાયા છે. ત્યારે લોકો વધુ રૂપિયા કમાવવાની લાલચ અને લોભામણી જાહેરાતો, ઓનલાઈન શપિંગ, ઓનલાઈન નોકરીમાં થતા ફ્રોડથી બચવા પોલીસ અપીલ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.