કાંકરેજના ચાંગા નજીકથી રોયલ્ટી ચોરી ઝડપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમા રેતી માફિયાઓ ગેરકાયદે રેતી ઉલચી તગડી કમાણી કરી રહ્યા છે. જેમાં પોતાની લીજો માત્ર નામ પૂરતી ચાલુ રાખી જરૂરિયાત મુજબ તે લીઝના કોડમા ક્યારેક રોયલ્ટી કાઢતા હોય છે પણ મોટા પ્રમાણમા વિના રોયલ્ટીએ જ ડમ્પરો દોડતા હોય છે. જેમાં કસલપુરા, મોટા જામપુર, નાના જામપુર, ભદ્રેવાડી જેવા વિસ્તારોમાંથી હારીજ તરફ અને ભાભર, દીઓદર, થરાદ- વાવ તરફ જતા ડંફરો રોયલ્ટી વિના જ દોડતા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે કાંકરેજ મામલતદાર બી.જે.દરજીએ શકના આધારે થરા -ભાભર રોડ પર દોડતા રેતી ભરેલા ત્રણ ડંફર અને એક ટ્રેક્ટરની તપાસ કરતા રોયલ્ટી વિના દોડતા હોવાનું ખુલ્યું હતું. તેથી તમામ વાહનો થરા પોલીસ મથકે લઈ જઈ ૧.૩૫ કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેથી લીઝ માફિયા અને ટ્રાન્સપોર્ટરોમા દોડધામ મચી ગઈ હતી.

મોબાઇલની તપાસ જરૂરી…
ડમ્પરોના ડ્રાયવરો,લીઝ માલિકો તેમજ વાહન માલિકોના વોટ્‌સએપ ગ્રુપ ચાલુ હોવાથી ચેકીંગમા નીકળેલા અધિકારીઓની તમામ માહિતી દરેક ડ્રાયવર અને ડંફરોના માલિક તેમજ લીઝ માલિકોને મળી જતી હોય છે.તેથી તેઓ સતર્ક બની જાય છે. જેના કારણે આ નેટવર્ક વર્ષોથી ધમધમે છે. તેથી આ તમામના મોબાઈલ પણ ચેક કરવા જોઈએ. તેમ લોકોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.