
ડીસામાં રોટરી ક્લબ ડિવાઇન દ્વારા દિવ્યાંગ બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરાઈ
ડીસા શહેરમાં કાર્યરત રોટરી ક્લબ ડિવાઇન દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ઝૂંપડપટ્ટી માં રહેતા ગરીબ બાળકોને અભ્યાસ કરાવવાની સાથે તેમને અભ્યાસની કીટ કપડા શિયાળામાં ગરમ વસ્ત્રો આ ઉપરાંત કોઈ પણ વાર તહેવાર નિમિત્તે તેમને નાસ્તો આપવાની સાથે તે પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગતરોજ રોટરી ડિવાઇનની બહેનો દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા દ્વારા સંચાલિત ખુશીઓનું સરનામું ના દિવ્યાંગ બાળકો ને મીઠાઈઓ અને ફટાકડાની કીટ નું વિતરણ કરી તેમની સાથે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ડીસા શહેર માં રોટરી ક્લબ ડિવાઇન દ્વારા શનિવારના રોજ દિવાળી પર્વ નિમિત્તે “ખુશીઓનું સરનામું” દિવ્યાંગ સ્કૂલમાં દિવાળી સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રોજેક્ટ ચેરમેન રોટે. ધારા શાહ અને રોટે. રેણુકા ઠક્કર દ્વારા બાળકોને મીઠાઈ, નમકીન અને ફટાકડા ની કીટ આપવામાં આવી હતી તેમજ દિવ્યાંગ બાળકો સાથે ફટાકડા ફોડીને દિવાળી સેલિબ્રેશન આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્કૂલના કોર્ડીનેટર વનરાજસિંહ ચાવડા, સુપરવાઇઝર આનંદભાઈ તથા સ્ટાફ મિત્રો વગેરેનો ખૂબ જ સાથ સહકાર મળ્યો. સ્કૂલના કોર્ડીનેટર વનરાજસિંહ ચાવડા દ્વારા રોટરી ક્લબ ડિવાઇનની બહેનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ રોટે .ગિરીજા અગ્રવાલ, સેક્રેટરી રોટે ડૉ. વર્ષા પટેલ, પ્રોજેક્ટ ચેરમેન રોટે.ધારા શાહ અને રોટે.રેણુકા ઠક્કર , પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર રોટે. ડૉ.રીટા પટેલ, રોટે.ડૉ.અલ્પા શાહ, રોટે. કાન્તા પટેલ, રોટે. નિલમ બેન વકીલ, રોટે. મિતલ પંચાલ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.