રોહિત સમાજ સેવા મંડળ વડગામ ઝલા સમાજ સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વરસાદ ના આદ્રા નક્ષત્ર માં સરપંચ પ્રવિણભાઈ યુ.પરમાર ની અધ્યક્ષતા માં તથા તાલુકા ભાજપના પદાધિકારી વિજયભાઈ વાલમીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી ના ઉપક્રમે તાલુકા મથક વડગામ UGVCL સબસ્ટેશન પાછળ આવેલ રોહિત સમાજ સેવા મંડળ વડગામ ઝલા સમાજ સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાયૅક્રમ ના શુભારંભ માં વડગામ નગર રોહિત સમાજના યુવા કાર્યકરો, વડીલો, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડગામ,લાઈફ મિશન સંસ્થાન વડોદરા, માનવ સેવા મંડળ વડગામ, માતૃશ્રી શકરીબેન પ્રેમચંદભાઈ મોદી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.