
ડીસા તાલુકામાં છ ગામોમાં રોડના કામ રીટેન્ડર કરી નવી એજન્સીને સોપાયા
ડીસામાં મંજૂરી મળ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી છ રોડની કામગીરી શરૂ ન કરતા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે અને આ તમામ રોડનું કામરૂ ૪.૨ કરોડમાં ખર્ચે અન્ય એજન્સીને આપી દઇ જલ્દી રોડ બનાવવાનું શરૂ કરવામાં આવશે.
ડીસા તાલુકામાં અનેક જગ્યાએ રોડની મંજૂરી મળી ગયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ શરૂ કરાયું નથી, તો કેટલી જગ્યાએ તો મેટલ પાથરી દીધો છે પરંતુ રોડની કામગીરી શરૂ ન થતા ગ્રામજનો અને વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ડીસા તાલુકામાં જવાનસિંહ જી સોલંકીને પણ ૩.૩૦ કરોડમાં ૬ રોડ નો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં દામા ગામમાં બે, વરણ ગામે બે, નાગફણા ગામમાં એક અને એક રોડ ગુગળ ગામે એમ કુલ ૬ રોડ બનાવવાનો કોન્ટેક્ટ મળ્યો હતો. પરંતુ ૨૦૨૦-૨૧ માં મળેલા કોન્ટ્રાક્ટ બાદ દોઢ વર્ષ થવા છતાં પણ એક પણ રોડની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી. જેથી રોડ બનાવબની કામગીરી શરૂ ના કરતા અને ટેન્ડર ની શરતોનો ભંગ કરતા ડીસા માર્ગ અને મકાન વિભાગ અત્યાર સુધી કુલ ૧૦ વાર નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીની શરૂઆત કરતા આખરે ડીસા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી અને નોટિસ આપવાની તમામ પ્રક્રિયાની માહિતી ઉપલી કચેરીએ મોકલ્યા બાદ જવાનસિંહ જી સોલંકીને આપેલો કોન્ટેક્ટ રદ કરી એન જી પ્રોજેક્ટ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં છ રોડનો કોન્ટ્રાક્ટ અગાઉ આપેલી રકમ ૩.૩૦ કરોડ ની જગ્યાએ ૨૧.૬૦ ટકા એબોવ કરી ૪.૦૨ કરોડમાં આપવામાં આવ્યો છે જેથી હવે ટૂંક સમયમાંજ આ રોડની કામગીરી શરૂ થશે અને ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવશે.