પાલનપુરના આંબલી ચકલા સુધી રોડના કટીંગ સેમ્પલ લેવાયા
પાલનપુરના ત્રણબત્તીથી આંબલી ચકલા સુધી થોડા મહિના પૂર્વે નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો જોકે માર્ગ નવીનીકરણની કામગીરીમાં કામની ગુણવત્તા ન જળવાઈ હોવાનું સામે આવતા સ્થાનિક અરજદારે 375 મી. લાંબા માર્ગની ક્વોલિટી કંટ્રોલ દ્વારા તપાસ ફી ભરવાની તત્પરતા દર્શાવી હતી.
આ રોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ત્રણ બત્તી નજીક 18.44 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. લગભગ 375 મીટરના કામમાં અપૂરતી અપૂરતી થિકનેસ ના લીધે કોન્ક્રીટ છૂટો પડતા રોડ હલકી ગુણવત્તાનો બન્યો હોવાનું સામે આવતા અરજદાર શરીફ ભાઈ ચશ્મા વાલાએ ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવી આ રોડની ખરાઈ કરવા અરજદારની હાજરીમાં કવોલેટી કંટ્રોલ વિભાગ દ્વારા ત્રણ જગ્યાએથી કોર કટીંગ સાથે ઓફસેટ લેવલની ચકાસણી કરવા તેમજ લેબ ટેસ્ટ માટે નિયમો અનુસાર ફી ભરવા તૈયારી બતાવી હતી.જે બાદ આ કાર્યવાહી કરાઇ હતી.