ધારેવાડા પાટીયા પાસે રીક્ષા પલટી ખાતા અકસ્માત, ચાર લોકોને ઈજા

બનાસકાંઠા
બનાસકાંઠા

છાપી ધારેવાડા પાટિયા પાસે એક રીક્ષા પલ્ટી મારતા એકજ પરિવાર ના ૪ થી વધુ લોકો ઘાયલ થયાં હોવાની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષા પલ્ટી ખાતા સ્થાનિકો દ્વારા પોલીસ તેમજ ૧૦૮ ને જાણ કરતા ઘાયલોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા.બનાસકાંઠા જિલ્લા માં અકસ્માત નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.જેમાં છાપી નજીક આવેલ ધારેવાડા નજીક એક રીક્ષા ચાલાક પોતાના પરિવાર સાથે જઈ રહ્યા હતા. દરમિયાન રીક્ષા અચાનક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે, રીક્ષા માં સવાર એક જ પરિવારના ચાર થી વધુ લોકો ને ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિક લોકો એકત્ર થઈ પોલીસ તેમજ ૧૦૮ ને જાણ કરી હતી. પોલીસ તેમજ છાપી અને સિધ્ધપુર ૧૦૮ ઈએમટી લલિત પરમાર અને પાઇલોટ સાદિકભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ઇજાગ્રસ્તોને સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.