લાખણીના કોટડા ગામે દૂધ મંડળીના મકાનનું કામ ફરી શરૂ, તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને નોટીસ ફટકારી

બનાસકાંઠા
બનાસકાંઠા 37

રખેવાળ ન્યુઝ લાખણી
લાખણી તાલુકાના કોટડા ગામે વિવાદોમાં સપડાયેલ દૂધ મંડળીના મકાનનું બાંધકામ બે દિવસ બંધ રખાયા બાદ ફરી ચાલુ કરી દેવામાં આવતા તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક બાંધકામ અટકાવવા અન્યથા તમારી વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે તેવી નોટીસ સરપંચને ફટકારતા પંથકમાં હલચલ મચી ગઇ છે.
કોટડા ગામે દબાણની જગ્યામાં આવેલ પ્લોટ સરપંચે ૪૪ લાખમાં દૂધ મંડળીને ખોટા ઠરાવથી પધરાવી દીધો હતો.બાદમાં મંડળીના ચેરમેન અને મંત્રીએ પણ બનાસ ડેરીમાં ખોટા નકશા અને પરવાનગી રજૂ કરી મંડળીના મકાનનું બાંધકામ શરૂ કરી દીધું હતું. જેથી નારાજ ગ્રામજનોએ જિલ્લા પંચાયતમાં અપીલ કરી હતી. જેના પગલે અપીલ સમિતિએ પંચાયતનો ઠરાવ રદ કરી દેતા જિલ્લા વિકાસ અધિકારીએ બાંધકામ અટકાવી દેવાનો આદેશ કર્યો હતો. પરંતુ તલાટીએ મંડળીના મકાને નોટિસ બજવવા છતાં કામ બે દીવસ બંધ રાખી ફરી શરૂ કરી દેવાયાનો રિપોર્ટ તાલુકા વિકાસ અધીકારીને આપ્યો હતો. જેથી લાલઘૂમ બનેલા તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને જિલ્લા વિકાસ અધિકારીના આદેશનું પાલન કરવું તમારી ફરજ બને છે તેથી તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવવા અને બંધ ન કરે તો ચેરમેન અને મંત્રી સામે કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી અને વધુમાં કોઈ પગલાં નહિ લેવાય તો તમારી વિરૂદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૭ (૧) હેઠળ કાર્યવાહી કરવા મતલબની નોટિસ પણ ફટકારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.