પાલનપુર શક્તિનગર સોસાયટી ભાગ-2 ના રહીશો ત્રસ્ત: વરસાદી પાણીની સમસ્યાને લઈ કલેકટરને રજૂઆત કરી
પાલનપુર માં આવેલી સોસાયટી શક્તિનગર ભાગ 2 માં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકા દ્વારા પાઇપલાઇન તો નાખવામાં આવી છે. પરંતુ પાઇપ લાઇનમાં કચરો ફસાઈ જવાના કારણે પાણીનો નિકાલ થતો નથી. જેના કારણે પાણી સોસાયટી થી બહાર જતું નથી. સોસાયટીમાં પાણી ભરેલું રહેવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહીશોને સતાવી રહ્યો છે.
જોકે, આવનાર સમયમાં વધુ વરસાદ પડે તો સોસાયટીમાં પાણી ઘરોમાં ભરાઈ જાય તેવી સ્થિતિ જોવા મળે તેમ છે. જો કે વહેલી તકે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવે તેવું કલેક્ટરને શક્તિ નગર ભાગ 2 ના સોસાયટીના રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.