ડીસા એસ.ટી ડેપોના મુખ્ય પ્રવેશદ્વાર પર પડેલ ખાડાઓને લઈને ડેપો મેનેજરને રજુઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

બે દિવસમાં ખાડાઓ નહી પુરાય તો ભાજપના ઝંડા ઉભા કરી આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરશે: ડીસા પ્રાંત કચેરીની સામે એસટી ડેપોના મુખ્ય પ્રવેશદ્વાર પર દર વર્ષે ભષ્ટ્રાચારના ખાડાઓ પડી જવાથી દર વર્ષે એસટી બસ ચાલકો અને એસટી બસ સ્ટેશનમાં રોજબરોજ અવરજવર કરતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ વર્ષે ડીસા શહેરમાં હજુ સામાન્ય વરસાદ પડયો છે ત્યા ફરીથી એસટી ડેપોના મુખ્ય પ્રવેશદ્વાર પર મોટા મોટા ખાડાઓ પડી જતાં એસટી ડેપોની અવરજવર કરતી એસટી બસો ડિસ્કો કરતી નજરે પડી રહી છે. જેને લઇને લોકોમાં પણ ભારે રોષ છવાયો છે.

ત્યારે આજરોજ ઈન્ડિયા ગઠબંધના હોદેદારો અને કાર્યકર્તાઓએ એસટી ડેપોની મુલાકાત લીધી હતી અને એસટી ડેપોની ઓફિસ ખાતે મેનેજરને રજુઆત કરવામાં આવી હતી.જેમાં તાત્કાલિક અસરથી એસટી ડેપોની બહાર પડેલ ખાડાઓને પુરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે બે દિવસમાં ખાડાઓ પુરવામાં નહી આવે તો પડેલ ખાડાઓની જગ્યાએ ભાજપના ઝંડા ઉભા કરી ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

ડીસા શહેરમાં વધું પ્રમાણમાં વરસાદ પડશે તો કેવી પરીસ્થીતીનું નિર્માણ થશે ? તેની ચિંતા વ્યક્ત કરી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડો. રમેશભાઈ પટેલ દ્વારા કોઈપણ રીતે તાત્કાલિક અસરથી ખાડાઓ પુરવામાં આવે તેવી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.